GUJARAT

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: અજાણ્યા શખસોએ વેપારીના બે લાખ લૂંટ્યા, પૈસા ભરેલો થેલો ખેંચી લઈ વેપારીને એક્ટીવા પરથી પાડી ફરાર – Ahmedabad News

અમદાવાદના સત્તાધાર પાસેથી એક વેપારી બે લાખ રૂપિયા ભરાવેલો થેલો લઈને એકટીવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક ટુ-વ્હીલર પર બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા. બંને શખસોએ વેપારી પાસેથી પૈસા ભરેલો થેલો ખેંચી લઈ વેપારીને એક્ટીવા પરથી પાડી દીધા હતા. આ પૈસાનો થે

.

વેપારીનો પૈસાનો થેલો ખેંચી આરોપીઓ ફરાર
ભૂયંગદેવમાં રહેતા દિનેશચંદ્ર ઠક્કરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વાસણની દુકાન ધરાવે છે. ગઈકાલે રાત્રે 10:45 વાગ્યાની આસપાસ તેઓ દુકાન બંધ કરી બે લાખ રૂપિયા કાળા કલરના થેલામાં મૂકીને થેલો ખભા ઉપર ભરાવી એકટીવા પર જઈ રહ્યા હતા ત્યારે સતાધાર પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક ટુ-વ્હીલર પર બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા. જેમણે દિનેશભાઈના એકટીવા નજીક પોતાનું વ્હીકલ લાવીને દિનેશભાઈ પાસેથી કાળા કલરનો થેલો ખેંચી લીધો હતો અને ભુયંગદેવ તરફ જતા રહ્યા હતા. જ્યારે દિનેશભાઈ એક્ટિવા પરથી નીચે પડી ગયા હતા. દિનેશભાઈ ગભરાઈ ગયા હતા. જેથી, તેમણે તેમના દીકરા અને જમાઈને ત્યાં બોલાવ્યા હતા. ત્યારબાદ તેમણે પોલીસને પણ જાણ કરી હતી. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દિનેશભાઈએ બંને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

13 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓઢવના ડિલિવરી લિમિટેડ પાર્સલ સર્વિસના ગોડાઉનમાંથી 13 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો છે.કુલ 1,11,600 રૂપિયાના દારૂનો જથ્થો કબજે કરી દારૂ મંગાવનાર ધનરાજ ગીરી અને દારૂ મોકલનાર દિલ્હીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આરોપીને ડિલિવરી પાર્સલમાં દિલ્હીથી દારૂ મંગાવ્યો હતો પરંતુ દારૂની ડિલિવરી લે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ઝડપી પાડયો છે.બંને વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

83,600ના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
SOG ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શાહપુર જુલાઇવડાના નાકા પાસેથી એમ.ડી. ડ્રગ્સ સાથે ઈરફાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી SOGએ 8.630 ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી પાસેથી 83,600ના ડ્રગ્સ સાથે 94,060 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીને ઉસેદ નામના વ્યક્તિને ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો, જેની શોધખોળ હાથ ધરી છે.બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

શટરનું તાળું તોડીને દુકાનમાંથી ચોરી થઈ
નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એનીબડી કપડાની દુકાનના માલિક કનુ સિંધીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના કપડાની દુકાનને તાળું મારી ગયા હતા. બીજા દિવસે સવારે આવ્યા ત્યારે દુકાનનું તાળું તૂટેલી હાલતમાં હતું. શટરનું તાળું તોડીને દુકાનમાંથી 5 લેપટોપ, LCD, 18,500 રૂપિયા રોકડા એમ કુલ મળીને 2,08,500 રૂપિયાની કિંમતની દુકાનમાંથી ચોરી થઈ હતી.આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સાબરમતી જેલના ટોઇલેટમાં હત્યાના આરોપીએ ટુવાલ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
અમદાવાદ સાબરમતી જેલમાં હત્યાના આરોપીએ ટોઇલેટમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે.વહેલી સવારે કેદીએ ટોઇલેટમાં ન્હાવા ટુવાલ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાણીપ પોલીસને જાણ થતાં જેલ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરમતી સેન્ટ્લ જેલમાં સર્કલ યાર્ડ બેરેકમાં રહેતા મેલાજી ઠાકોર (34 વર્ષ)એ વહેલી સવારે જેલના ટોઇલેટમાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મેલાજીનો મૃતદેહ ટોઇલેટમાંથી બહાર કાઢી તપાસ કરવામાં આવી હતી ત્યારે જેલના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.રાણીપ પોલીસ જેલમાં જઈને તપાસ કરી હતી.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પૈસા આપ્યા છતાં CCTV ન લગાવ્યા
સરખેજના સોરેલ એપાર્ટમેન્ટ એપલવુડમાં રહેતા નમિતા પાંડે સોસાયટીના ચેરમેન છે જેમને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ચિરાગ સોનકુશરેને કામ સોંપ્યું હતું. જે માટે તેમને સોસાયટીના ખાતામાંથી 1.70 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત બીજા ચેક દ્વારા 1.50 લાખ આપ્યા હતા એમ કુલ 3.20 લાખ ચૂકવ્યા હતા.પૈસા આપ્યા છતાં કામ કર્યું નહોતું અને પૈસા પણ પરત આપ્યા નહોતા જેથી તેમને ચિરાગ વિરુદ્ધમાં છેતરપિંડીની સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!