GUJARAT

ખાડામાં ભાજપના ઝંડા ગાડવાનો નવો ટ્રેન્ડ શરૂ: સુરતના રચનાથી મમતા પાર્ક રોડ પર પેડલા ભૂવોમાં AAP દ્વારા ભાજપનો ઝંડો લગાવ્યો – Surat News


થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભુવા પડવાની ઘટનાઓ બની રહે છ

.

અધિકારીઓ કામે લાગ્યા
AAPના કોર્પોરેટર દ્વારા ભુવા પડવાની જગ્યા પર ભાજપનો ઝંડો લગાડી દેતા અધિકારીઓ દોડતા થયા હતા. ભૂવો પડ્યા બાદ અધિકારીઓને કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઝડપથી કામ શરૂ ન કરતા આખરે કોર્પોરેટર દ્વારા ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો. અધિકારીઓને જાણ થતાની સાથે જ તાત્કાલિક ભુવાના આજુબાજુમાં બેરીકેટ લગાડીને રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!