GUJARAT

AAPનું 55 હજાર બુથના સંગઠન નિર્માણનું મિશન શરૂ: આમ આદમી પાર્ટીએ ચૂંટણીઓની રણનીતિ મુદ્દે ચર્ચા કરી, મહાનગરપાલિકાઓમાં નગર રાજ બીલ રજૂ કરશે – Rajkot News

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55 હજાર બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ જૂનાગઢ અને રાજકોટમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું ક

.

આમ આદમી પાર્ટીએ મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવ્યા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવ્યા, એની ખુશીમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીએ મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવ્યા હતા. જ્યારે રાજકોટમા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, આજે પ્રદેશની તમામ ટીમો મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે. આ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે અમે જૂનાગઢ અને રાજકોટની મુલાકાત લીધી. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણીઓની રણનીતિ અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી. આવનારા સમયમાં મહાનગરપાલિકાઓમાં અમે નગર રાજ બીલ રજૂ કરવાના છીએ તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી. આ નગર રાજ બીલ અનુસાર જે પણ સોસાયટી ઈચ્છે તે પ્રમાણે બજેટ ફાળવવામાં આવશે તે પ્રકારની જોગવાઈ રજૂ કરવામાં આવશે.

સારી હોસ્પિટલો અને સારી સ્કૂલો નથી
જૂનાગઢમાં ખૂબ જ સમસ્યાઓ વકરી ગઈ છે. કોર્પોરેશનની લગભગ તમામ સીટો ભાજપને આપ્યા બાદ આજે જનતા પસ્તાઈ રહી છે. ગટરની સમસ્યા છે, રસ્તાઓ નથી, પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા ખૂબ જ છે. સ્થાનિક વિસ્તારોમાં સારી હોસ્પિટલો અને સારી સ્કૂલો નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં અમારી ટીમો સ્થાનિક કક્ષાએ કાર્યક્રમ કરશે. અમારો ઉદ્દેશ્ય ભાજપને સત્તાથી દૂર કરવાનો છે. જે રીતે ભગવાન રામ અને તેમની પ્રજાએ અયોધ્યામાં ભાજપને હરાવી તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપને સત્તામાંથી દૂર કરવાનો અમારો ઉદ્દેશ છે. આગામી સમયમાં વાવ અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ આવશે એના માટે પણ અમે લાંબા સમયથી મજબૂત તૈયારીઓ કરી છે.

ભાજપે આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ જ કોશિશ કરી
આજે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. આ સત્યની જીત થઈ છે. કેજરીવાલ અને સમગ્ર આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવા માટે પ્લાન બનાવ્યો હતો. પરંતુ કહેવત છે તે પ્રમાણે સત્ય પરેશાન થઈ શકે છે પરાજીત નહીં, તે વાત આજે આપણને સાચી થતી જોવા મળી. જ્યારે ઇડીના કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હી કોર્ટ તરફથી જામીન મળ્યા ત્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈને તે જામીન પર સ્ટે લઈ આવ્યા અને ત્યાર બાદ cbi એ પણ તેમની ધરપકડ કરી. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગમે તે ભોગે અરવિંદ કેજરીવાલને જેલમાં રાખવા માગે છે. આની સાથે સાથે ભાજપે આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ જ કોશિશ કરી. એક બે ધારાસભ્યોને બાદ કરતા વધુ કોઈ ધારાસભ્યો તૂટ્યા નથી. અમને પૂરો વિશ્વાસ છે કે આજે જેમ ઇડીના કેસમાં અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા છે તેમ cbi ના કેસમાં પણ જામીન મળશે. આ તકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!