GUJARAT

84 વર્ષ બાદ ગુજરાતમાં ચિત્તાની ઘરવાપસી: ડિસેમ્બર સુધી કચ્છના બન્નીમાં આવી જશે, વહીવટી મંજૂરી મળ્યા બાદ પૂરજોશમાં તૈયારી હાથ ધરાઈ – Kutch (Bhuj) News


રોનક ગજ્જર ​​​ કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઇ રહી છે, બન્નીના ઘાસીયામેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુનો બાદ કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે. ડિસેમ્બર 2024 સુધી અહીં 10 ચિત્તાઓને હવાઈમાર

.

1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું, ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ છે. જો કે કચ્છમાં 1839 અને 1872માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે. કચ્છના ઘાસીયામેદાનમાં 152 વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે. 500 હેક્ટરના વિસ્તારમાં એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરેન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવશે. 50 દિવસ સુધી અહીં લવાયેલા ચિત્તાને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે. 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહીત સ્ટાફ અહીં મોનીટરીંગ માટે મૂકવામાં આવશે. રેડિયોકોલર ટેગ લગાવી વન્યજીવની હલચલ પર પળેપળની નજર રહેશે. સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે કુનો મોકલવામાં આવશે. વધારના અલાયદા સ્ટાફ માટે કચ્છ વર્તુળ દ્વારા સરકારમાં દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે. રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એન. શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલ કેન્દ્ર સરકારમાંથી તમામ મંજૂરી મળી ગઈ છે. અમે કુનો જઈને નોલેજ શેરિંગ પણ કરી આવ્યા છીએ. ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં ચિત્તા આવી જશે.

મધ્યપ્રદેશથી બન્નીનું ઘાસિયું મેદાન અનૂકૂળ દેશમાં ચિત્તાને પુન:સ્થાપિત કરવા 2022માં નામિબિયાથી આઠ ચિત્તા લવાયા બાદ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા છે. કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયુંમેદાન આફ્રિકાના વિશ્વપ્રખ્યાત સવાના ઘાસિયામેદાન જેવું છે. એટલે ચિત્તાને વધુ અનૂકૂળ આવશે. હાલ અહીં મીઠા વૃક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે. NTCA ના ઉચ્ચ અધિકારી ગોવિંદ ભારદ્વાજે પણ તાજેતરમાં બન્નીની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. ચિત્તા માટે અહીં ચિંકારા બ્રીડીંગ સેન્ટર પણ બનાવાયું છે, તો તેમને ગરમી ન થાય તે માટે શેડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ સીસીએફ સંદીપ કુમારે જણાવ્યું હતું. બંધ પાંજરામાં તેનો ઉછેર હોતા સ્થાનિક ઢોર કે પશુપાલકોને કોઈ જ તકલીફ પણ નહિ પડે.

ચિત્તાનો બંધ પાંજરાની અંદર ઉછેર કરાશે બન્નીના ભગાડિયા વિસ્તારમાં આ ચિત્તા બ્રીડિંગ સેન્ટરમાં પાંજરાની અંદર ઊછરશે. જેમાં પાણીના પોઇન્ટ, વનતળાવ, આર્ટિફિશિયલ શેડ, ચિત્તાને બેસી અને નિરીક્ષણ કરવા માટે માઉન્ટ એટલે ટેકરો સહીત સુવિધાઓ વિકસાવવામાં આવશે તેમ બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના ડીસીએફ બી એમ પટેલે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે પાંજરામાં ચિત્તામાં જરૂરી દરેક પ્રકારની સુવિધાઓ પૂરી પડાશે.

કુલ 50 ચિત્તા લાવવાના છે, અત્યાર સુધીમાં 20 ચિત્તા ભારતમાં આવી ચૂક્યા છે પ્રોજેક્ટ ચિત્તા 2022માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત આગામી 5 વર્ષમાં કુલ 50 ચિત્તા લાવવાના છે. તેમાંથી 8 ચિત્તા 2022માં નામીબિયાથી લવાયા હતા, જ્યારે 2023માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા છે. એ અલગ વાત છે કે આ પૈકીના 7 ચિત્તા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. હાલમાં આમાંથી 13 ચિત્તા બાકી છે, પરંતુ તેમની પ્રગતિ અને પ્રવૃત્તિ માત્ર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ જ નહીં પરંતુ વિશ્વના વન્યજીવ નિષ્ણાતો પણ આશ્ચર્યજનક છે.

હવે કેન્યાથી ચિત્તા લાવવાની વાત ચાલુ જો સૂત્રોનું માનીએ તો, આ વખતે કેન્યાને ચિત્તાનું નવું કન્સાઈનમેન્ટ લાવવામાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે કેન્યાની આબોહવા કંઈક અંશે ભારતીય વન્યજીવ અભયારણ્યો સાથે મળતી આવે છે. તેમજ ત્યાં ખુલ્લામાં ચિત્તાઓ રહે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!