GUJARAT

રાજ્યમાં 8થી 14 જુલાઈ સુધી વરસાદની આગાહી: બે દિવસ દ. ગુજરાત માટે ભારે; મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના – Ahmedabad News


હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામ

.

આજે અને કાલે ભારે વરસાદની વકી
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસની જેમ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામશે, એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 8 અને 9 જુલાઈએ અતિભારે વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી એટલે કે 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી
રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!