GUJARAT

હત્યાનો ગુનો નોંધવા હાઇકોર્ટનો હુકમ: રાજકોટમાં 70 વર્ષના વૃદ્ધને PCR વાનમાં ઉઠાવી ગયા બાદ રહસ્યમય મોત, પોલીસે માર માર્યાનો આક્ષેપ, પુત્રએ કહ્યું- લિવર ફાટી ગયું’તું – Rajkot News


રાજકોટ શહેર કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. એપ્રિલ મહિનામાં 70 વર્ષના વૃદ્ધ અમરશીભાઈને PCR વાનમાં ઉઠાવી ગયા બાદ અવાવરું જગ્યાએથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં 6 દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે કોઈ યોગ્ય કાર્યવ

.

અમને ન્યાય જોઈએ છે ન્યાય…
અમરશીભાઈ 12 એપ્રિલે ગૌરીદડ ગામમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં ગાર્ડ તરીકે ફરજ બજાવા માટે ગયા હતા. ત્યાં 11:30 કલાકે માથાકૂટ થઈ હતી. કોઈએ પોલીસ કન્ટ્રોલરૂમને ફોન કરતા 11:50 મિનિટે પીસીઆર વાન આવી હતી અને તેઓ અમરશીભાઈને પીસીઆર વાનમાં બેસાડીને લઈ ગયા હતા. પુત્ર આનંદે જણાવ્યું હતું કે, આ કેસમાં સિક્યોરિટી એજન્સી, સપ્તાહના આયોજકો અને પોલીસ તમામની પૂછપરછ અને તપાસ થવી જોઈએ. મારા પિતાને માર માર્યો છે એવું તેઓ સારવાર દરમિયાન કહેતા હતા. અમને ન્યાય જોઈએ છે ન્યાય… માટે જ પોલીસ સાંભળતી ન હોવાથી અમે હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા.

હાઇકોર્ટે શું કહ્યું હતું?

પોલીસ ફરિયાદીની ફરીયાદ નોંધતી નહોતી એટલે તેઓ હાઈકોર્ટ ગયા હતા. હાઇકોર્ટે કહ્યું કે, ફરિયાદીની રજૂઆત સાંભળીને ફરિયાદ નોંધવામાં આવે. જો ફરિયાદ નોંધવા જેવી ના હોય તો શા માટે ફરિયાદ નથી નોંધવી તેના કારણો અરજદારને લેખિતમાં પોલીસ આપે. જો પોલીસ ફરિયાદ ના નોંધતી હોય તો અરજદાર સ્થાનિક કોર્ટનો સંપર્ક કરી શકે છે.

પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ
રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 70 વર્ષના વૃદ્ધ અમરશીભાઇ સીતાપરા ગત તારીખ 12 એપ્રિલ, 2024ના રોજ અવાવરૂ સ્થળેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. એ બાદ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 6 દિવસની ટૂંકી સારવાર બાદ અમરશીભાઈનું મોત નીપજ્યું હતું. તેમના પુત્ર આનંદ સાથે થયેલી વાતચીતમાં તેમણે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ મામલે પોલીસને લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં કોઈ યોગ્ય તપાસ ન થતાં પરિવાર ન્યાયની માગ સાથે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

મને પડખાના ભાગે બહુ દુખે છે, મને બહુ માર માર્યો છે
મોરબી રોડ પર આવેલી વેલનાથપરા શેરી નં.19માં રહેતા અને રાજ સિક્યોરિટીમાં ફરજ બજાવતા અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરા ગત તા.12-4-2024ના રોજ નોકરી પર જવા નીકળ્યા બાદ ગૌરીદડ ગામ પાસે આવેલા પંપથી થોડે આગળ ઠાકરની વીડી તરીકે ઓળખાતી જગ્યામાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે કોઈ અજાણી વ્યક્તિએ અમરશીભાઈનાં પરિવારજનોને જાણ કરતાં તેઓ ઠાકરની વીડી પાસે દોડી ગયાં હતાં અને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમયે અમરશીભાઈ તેમનાં પરિવારજનોને એવું કહેતા હતા કે મને પડખાના ભાગે બહુ દુખે છે, મને બહુ માર માર્યો છે. ત્યાર બાદ ફરી તેઓ બેભાન થઈ ગયા હતા અને છ દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસ સાંભળતી ન હોવાથી અમે હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા- પુત્ર આનંદ

અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી
આ અંગે સિવિલ હોસ્પિટલની પોલીસચોકીમાં આ ઘટના અંગેની નોંધ પણ કરાવવામાં આવી હતી. જોકે પોલીસે અમરશીભાઈનું મોત કયા કારણસર થયું એ અંગે કોઈ તપાસ જ કરી ન હતી. પરિવારજનોને હત્યા થઈ હોવાની શંકા હતી અને હાઈકોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવતાં કોર્ટના આદેશથી પોલીસે આઇપીસી 302 મુજબ હત્યાનો ગુનો નોંધી અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

કુવાડવા પોલીસ પર શંકાની સોઈ તકાઈ.

કુવાડવા પોલીસ પર શંકાની સોઈ તકાઈ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!