GUJARAT

એરર અમેરિકા: ગુજરાતના 7 લાખ અરજદારોની વિઝાની ફી ભરાઇ ગઇ છતાં તારીખ મળતી નથી – Ahmedabad News

ભાવિન પટેલ અમેરિકામાં ઓનલાઇન વિઝા એપ્લિકેશન સિસ્ટમમાં એરર હોવાથી છેલ્લા એકથી દોઢ મહિનાથી લોકો પરેશાન છે. અમેરિકા જનારામાં સૌથી વધુ ક્રેઝ ગુજરાતમાંથી સાત લાખ લોકોની વિઝા ફી ભરાઇ ગઇ છે પણ તારીખ જ મળતી નથી. જે પૈકી 50 હજાર એવા અરજદારો છે જેમની એક વર્ષથી

.

{ વિઝા ઇન્ટરવ્યૂ માટે વર્ષ 2025 સુધી વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે હવે નવી મુસીબત. { યુએસના વિઝા માટે ઓનલાઇન ફોર્મ ભરાઇ ગયા બાદ પ્રોફાઇલમાં તારીખ પર સિલેક્ટ કરવામાં આવે છે તો ‘એક્સેસ લિમિટેશન’ જેવી એરર આવે છે, આગળ તારીખ લેવાતી જ નથી. મેઇલમાં ક્વેરીનો નિકાલ થતો નથી | યુએસના કોલ સેન્ટર પર જ્યારે ફોન કરવામાં આવે છે તો આઇપી એડ્રે્સ, પાસપોર્ટની કોપી, સિસ્ટમ લિમિટેશનની પ્રિન્ટ સ્ક્રીનનો મેલ પર માહિતી મંગાવવામાં આવે છે ત્યારબાદ પણ કોઇ નિકાલ થતો નથી. સ્કૂલના નાસાની ટૂરના 46 વિદ્યાર્થીઓ અટવાયા | અમદાવાદની જાણીતી સ્કૂલે 46 વિદ્યાર્થીઓને નાસાની ટૂર કરાવવા આઠ લાખ ફી ભરી દીધી છે, એક વર્ષ થઇ જતા ઇન્ટરવ્યૂ માટે તારીખ મળતી નથી. ટૂરિઝમને આકર્ષવા દરેક દેશો વિઝા સરળ કરી રહ્યા છે | દરેક દેશો ટૂરિઝમને આકર્ષવા ઇ-વિઝા નીતિ સરળ કરી રહ્યા છે. જોકે અમેરિકાના B1-B2 સહિત કોઇ પણ કેટેગરીના વિઝા મેળવવા મુશ્કેલ બનતા જાય છે. USમાં ઇ-વિઝા જેવી કોઇ સિસ્ટમ નથી. એપોઇન્ટમેન્ટ જલદી ઉપલબ્ધ કરાવાશે | અમે જાણીએ છીએ કે કેટલીક કેટેગરીમાં અરજદારો 2025ના અંત સુધી એપોઇન્ટમેન્ટ મળવાની રાહ રહ્યા છે, જે જલદી ઉપલબ્ધ થશે. અરજદારોની માહિતીને સુરક્ષિત રાખવા માટે, અમે અમારી સિસ્ટમની સુરક્ષાને વધારવા વધુ સુવિધાઓ લાગુ કરી છે. કેટલાક વપરાશકર્તાઓ, ખાસ કરીને જેઓ થર્ડપાર્ટીની સર્વિસનો ઉપયોગ કરે છે, તેઓ તેમના બ્રાઉઝર્સને બાહ્ય એપ્લિકેશનો, વેબ એક્સ્ટેન્શન્સ અથવા એમ્બેડેડ સ્ક્રિપ્ટ્સનો ઉપયોગ કરવાને કારણે સમસ્યાઓ અનુભવી શકે છે જે અમારા શેડ્યૂલિંગ સૉફ્ટવેર દ્વારા અવરોધિત છે. – ગ્રેગ પાર્ડો, પ્રવક્તા, યુએસ કોન્સ્યુલેટ જનરલ-મુંબઈ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!