GUJARAT

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ: મંગળવારે સવારે 6થી બુધવારે સવારે 6 સુધીમાં સાર્વત્રિક વરસાદ, લો લેવલના 49 રોડ પાણીમાં ગરકાવ – Valsad News


રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી. જેને લઈને મંગળવારે સવારેથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ

.

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ માટે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાના નંદીના તટ વિસ્તારમાંથી પસાર થતા લો લેવલના કોઝવે અને મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી રોડની બંને તરફ પોલીસ બંદોબસ્ત ફાળવી રસ્તાઓ ઉપરથી વાહનોની અવર જવર માત્ર બંધ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં 1 જૂન થી 24 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીમાં કુલ વલસાડ તાલુકામાં 1509 mm, ધરમપુર તાલુકામાં 1041 mm, પારડી તાલુકામાં 1206 mm, કપરાડા તાલુકામાં 1342 mm, ઉમરગામ તાલુકામાં 1575 mm અને વાપી તાલુકામાં 1300 mm વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહેવા લાગી છે. જ્યાં સુધી નદીનું પાણી સામાન્ય રીતે વહેતુ ન થાય ત્યાં સુધી નદીમાં નાહવા જવા કે કપડાં ધોવા લોકોને ન જવા વલસાડ જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. જ્યારે કોઝવે ઉપરથી નદીના પાણી ઓવર ટોપિંગથી જતા હોય ત્યારે કોઝવે ઉપરથી પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!