GUJARAT

દ્વારકામાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી મેઘતાંડવ: દ્વારકાનો ભદ્રકાલી ચોક, ઇસ્કોન ગેટ અને આરામગૃહ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત; પાણીમાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ – Dwarka News


શુક્રવારે દ્વારકાને ધમરોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે. અજ સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છ

.

આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલાં 9 લોકોના સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા.

પાણીમાં ફસાયેલાં 9 લોકોના સુરક્ષિત રેસ્ક્યૂ
બે દિવસથી સતત વરસાદના કારણે દ્વારકાનો ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. લોકોના ઘરોના ગેટ અને દરવાજા પણ પાણીમાં ગરકાવ થયા હતા. અંદાજીત 7થી 8 ફૂટ જેટલું પાણી ઘરમાં ભરાયું હતું તો ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી 9 જેટલા લોકો પાણીમાં ફસાયા હતા. જો કે, દ્વારકા નગરપાલિકા તથા દ્વારકા પોલીસ દ્વારા આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલાં 9 લોકોના સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ.

ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ.

દ્વારકામાં આજ સવારથી 4 ઈંચ વરસાદ
હાલ દ્વારકા તાલુકાનો સિઝનનો કુલ વરસાદ 36 ઈંચથી વધુ વરસી જવા પામ્યો છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે શિક્ષણતંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. આમ, દ્વારકા તાલુકાને બાદ કરતાં જિલ્લાના અન્ય ત્રણ તાલુકા ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં, પરંતુ દ્વારકામાં પાણી ભરાવાને લઈ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી.

દ્વારકા નેશનલ હાઈવે રોડ જળમગ્ન.

દ્વારકા નેશનલ હાઈવે રોડ જળમગ્ન.

NDRFની ટીમ દ્વારકા જવા રવાના
મુખ્ય માર્ગ એવા ઇસ્કોન ગેટ પાસે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતાં લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી હતી. જ્યારે અમુક રાહદારીઓએ JCBનો સહારો લઈ વરસાદી પાણીમાંથી રસ્તો પસાર કર્યો હતો. દ્વારકામાં ભારે વરસાદ અને નુકસાનીને પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે.

દ્વારકા મંદિર સંચાલિત આરામ ગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો.

દ્વારકા મંદિર સંચાલિત આરામ ગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો.

મકાનોમાં ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણી ભરાયાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે આજ રોજ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ભારે હાલાકીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થયા હતા, ખેતરો જળબંબાકાર તો જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ તો અમૂક વિસ્તારોમાં છાતી સમા પાણી ભરાયાં છે.

ઈસ્કોન ગેટ પાણી પાણી.

ઈસ્કોન ગેટ પાણી પાણી.

અવિરત વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયાં
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદ બાદ કાલ સાંજે ચાર વાગ્યે અચાનક વાદળ ફાટતાં બે કલાકની અંદર 10 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું, જેના હિસાબે દ્વારકાનાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. દ્વારકાના મુખ્ય એવા ભદ્રકાલી ચોક ખાતે ચારથી પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં તેમજ દ્વારકાના મુખ્ય માર્ગ ઇસ્કોન ગેટ તથા ગુરુદ્વારા વિસ્તારમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. લોકોની દુકાનો અંદર તેમજ બરોડા ઓફ બેંક અને સેન્ટ્રલ બેન્કમાં પાણી ભરાવાથી લાખોની મતાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય. આજે બપોરના 12 કલાક પછી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બહારગામથી આવી રહેલા યાત્રિકોને પણ વરસાદના પાણી ભરાવાને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમુક વિસ્તારોમાં ગઈકાલથી લાઈટ ડૂલ થતાં પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

પાલિકા જલ્દી કંઈક પાણીનો નિકાલ કરે- સ્થાનિકો
દ્વારકામાં રહેતા સ્થાનિક નીલેશ ગોજીયાએ જણાવ્યું હતું કે, તેઓ ઈસ્કોન ગેટ આગળ કનૈયા કાઢીયાવાડી રેસ્ટોરાં ચલાવું છું. વરસાદને લીધે ત્રણ-ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને ધંધાને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. નીંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જેથી અમારી દ્વારકાધીશને પ્રાથના છે કે હવે વરસાદ ના આવે અને નગરપાલિકાએ એટલી અપીલ છે કે, જલ્દીથી વરસાદી પાણીનો કંઈક નીકાલ કરે. જ્યારે અન્ય એક સ્થાનિક પાર્ક રોયલ હોટલના મેનેજર એવા નિખિલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દ્વારકામાં ખાબકેલા અતિભારે વરસાદને પગલે અહીંયાના સ્થાનિકો અને યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ભદ્રકાળી ચોક, સ્ટોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

હાઈવે પાણીમાં ડૂબ્યો.

હાઈવે પાણીમાં ડૂબ્યો.

ગાડીઓના બોનેટ સુધી પાણી ભરાયાં.

ગાડીઓના બોનેટ સુધી પાણી ભરાયાં.

ઘરમાં પાણી ઘૂસી જતાં કપરી સ્થિતિ.

ઘરમાં પાણી ઘૂસી જતાં કપરી સ્થિતિ.

સ્થાનિકો

સ્થાનિકો

અડધોઅડધ વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયાં.

અડધોઅડધ વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયાં.

JCBની મદદથી લોકો બહાર નીકળ્યા.

JCBની મદદથી લોકો બહાર નીકળ્યા.

દરિયાનાં મોજાંની જેમ હિલોળા લેતું પૂરનું પાણી.

દરિયાનાં મોજાંની જેમ હિલોળા લેતું પૂરનું પાણી.

પાણીમાં બંધ પડેલી ગાડીઓને ધક્કા મારી બહાર કાઢી.

પાણીમાં બંધ પડેલી ગાડીઓને ધક્કા મારી બહાર કાઢી.

દ્વારકામાં ભારે વરસાદથી પાણી ભરાયાં.

દ્વારકામાં ભારે વરસાદથી પાણી ભરાયાં.

દ્વારકાની બજારોમાં હોર્ડિંગ સુધી પાણી ભરાયાં.

દ્વારકાની બજારોમાં હોર્ડિંગ સુધી પાણી ભરાયાં.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!