GUJARAT

એક ઝાડથી બચી 55 જિંદગી: સાપુતારામાં ખીણમાં ખાબકેલી બસને વૃક્ષે જ અટકાવી દીધી, સગાં ભાઈ-બહેનના મોત, 4ની હાલત ગંભીર – Surat News


પર્યાવરણ બચાવવા એક પેડ જિંદગી કે નામ જેવાં અનેક સ્લોગન ચલાવવામાં આવે છે. તેમાં પણ ગરમીનું પ્રમાણ વધતાં હવે વૃક્ષની કિંમત સમજાવવા લાગી છે. તાજેતરમાં સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી.

.

રવિવારની સાંજે (7 જુલાઈ, 2024)સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી. જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઇ બહાર ફેંકાતાં મોત થયું હતું. જ્યારે 28 લોકોને ઇજા થતાં તેમને નજીકના શામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા. જેમાં 4 લોકોની હાલત ગંભીર થતાં તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાંથી સાત જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બચી ગયા હતા.

સહેલગાહની મજા માણ્યા બાદ મોત ભાળી ગયા
સુરતથી ગત શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલની GJ05 BT9393 નંબરની બસ સગરામપુરા પાસેથી સાપુતારા માટે ઊપડી હતી. સાપુતારામાં સહેલગાહ કરી રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા. સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવર ટેકની લાયમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેથી બસ ખીણમાં ઊતરી ગઈ હતી અને પલટી મારી ગઇ હતી.

ખીણમાં ખાબક્યા બાદ આ રીતે વૃક્ષે બસને અટકાવી દીધી હતી.

ખીણમાં ખાબક્યા બાદ આ રીતે વૃક્ષે બસને અટકાવી દીધી હતી.

બેન-ભાઈનાં મોત થઈ ગયાં
આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમનાવાડના 7 વર્ષીય અતિફા અશ્ફાક શેખ અને 3 વર્ષીય ઉમર અશ્ફાક શેખનું સ્થળ પર મોત નીપજ્યું હતું. 28 લોકોને ઇજા થતાં તેમને નજીકના શામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા. જેમાં 4 લોકોની હાલત ગંભીર થતાં તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાંથી સાત જેટલાને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અન્ય 33 પર્યટકોને બીજી બસમાં સુરત મોકલવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્ત શબ્બીર મન્સુરી.

ઇજાગ્રસ્ત શબ્બીર મન્સુરી.

‘બસ ઝાડ સાથે અથડાતા ખીણમાં ઊંડે જતા અટકતા અમે બચી ગયા’
આ અંગે ઇજાગ્રસ્ત થયેલા શબ્બીર મન્સુરીએ જણાવ્યું હતું કે, આ બધું અચાનક જ થઈ ગયું હતું. ઓવરટેક કરવા જતા સમયે બસ આખી ટર્ન થઈ ગઈ હતી. ત્યારબાદ ખીણમાં ઊતરીને ઝાડ સાથે અથડાઈ હતી. બસમાં સાતથી વધુ લોકો હતા તેમને ઈજા થઈ હતી. ડ્રાઇવરને વધુ ઈજા થઈ હતી. મારા પરિવારમાંથી હું એક જ હતો. ઘણા બધા ઇજાગ્રસ્ત થયા હતા તેમને બે હોસ્પિટલ બાદ સુરત મોકલવામાં આવ્યા છે. બસ ઝાડ સાથે અથડાતા ખીણમાં ઊંડે જતા અટકતા અમે બચી ગયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્તો.

સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્તો.

મધ્યરાત્રિએ એક બાદ એક ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા
સુરત સિવિલ હોસ્પિટલમાં સાપુતારાથી ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવતા હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું હતું. તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં 20 બેડનો એક વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ડોક્ટરોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મધ્યરાત્રિએ એક બાદ એક ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સામાન્ય ઈજા થયેલાને રજા આપી દેવામાં આવી છે. જ્યારે એકને માથામાં ગંભીર ઇજા હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઈજાગ્રસ્તને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

1. જાવેદખાન નાસિરખાન લાકડાવાલા (40 વર્ષ, રહે. બેગમપુરા મરગવાન ટેકરો) 2. જુબેર સલીમ શેખ (30 વર્ષ, રૂસ્તમપુરા અકબર શેખ ટેકરા) 3. સૈયદ સુલતાના અનવર (60 વર્ષ, રહે. હોળી બંગલા મધારીવાડ) 4. સૈયદ હીના આમિર (13 વર્ષ, રહે. હોળી બંગલા મધારીવાડ) 5. સૈયદ આસીરા આમિર (08 વર્ષ, રહે. હોળી બંગલા મધારીવાડ) 6. સૈયદ હલીના આમિર (05 વર્ષ, રહે. હોળી બંગલા મધારીવાડ) 7. શબીર અહેમદ મિયાં મોહમ્મદ મન્સૂરી (50 વર્ષ, રહે. બેગમપુરા)



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!