GUJARAT

હાઈ પ્રોફાઈલ મહાદેવ એપ કેસ: 508 કરોડ પ્રોટેક્શન મની ચૂકવવાના કેસનો રેલો સુરત પહોંચ્યો, છત્તીસગઢ પોલીસે આંતરરાષ્ટ્રીય બુકીનો નાણાકીય વહીવટ કરતા કે.સી.ને ઉઠાવ્યો – Surat News

હાઈ પ્રોફાઈલ કેસ મહાદેવ એપ મામલે છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી. છત્તીસગઢમાં 508 કરોડ પ્રોટેક્શન મની ચૂકવવાના કેસનો રેલો સુરત સુધી પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બુકી સૌરભ ચંદ્રાકારનો નાણાકીય વ્યવહારો સંભાળતો કેસી નામના શકમંદ વ્યક્તિને સુરતથી ઉઠાવી લેવાયો

.

ડુમસ એરપોર્ટ રોડ પરથી કે.સી.ને પકડ્યો
લોકસભાની ચૂંટણી પૂર્વે છત્તીસગઢથી EDના હાથે એક અમિતદાસ નામનો યુવાન રૂ. 508 કરોડ સાથે પકડાયો હતો. જેની તપાસનો રેલો સુરત સુધી આવ્યો હતો અને છતીસગઢ પોલીસે સુરત આવીને ડુમસ પોલીસની મદદ લઈને ડુમસ એરપોર્ટ રોડ પર આવેલા વીક એન્ડ એડ્રેસ નામના રિસોર્ટમાંથી રૂપિયાની વ્યવસ્થા કરનાર શકમંદ કપિલ ઉર્ફે કે.સી.ને પકડી છતીસગઢ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. છત્તીસગઢ પોલીસ છેલ્લા બે દિવસથી સુરતમાં હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મળેલી માહિતી મુજબ તપાસ કરી રહી હતી. આ અંગે ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, છત્તીસગઢના એક કેસમાં શકમંદ સુરતમાં છે. જેની ધરપકડ કરવી છે. જેથી સ્થાનિક પોલીસની મદદ જોઈએ.

મહિલા મિત્ર સાથે તે સતત સંપર્કમાં હતો
લોકસભાની ચૂંટણી પૂર્વે છતીસગઢમાં EDની ટીમે એવી હકીકત જણાવી હતી કે, દુબઈથી ઓપરેટ થતા સટ્ટો બેટિંગની મહાદેવ એપ. ચલાવતા સૌરભ ચંદ્રાકર સુધીના તાર ખુલ્યા હતા અને તેનો ભારતમાં એક વ્યક્તિ છે. આરોપ છે કે તે વ્યક્તિ કે.સી છે. તેવી માહિતીને પગલે છતીસગઢ પોલીસે કે.સી.ને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેની એક મહિલા મિત્ર સાથે તે સતત સંપર્કમાં હોવાનું ખૂલતા પોલીસે આ મહિલાની કોલ ડિટેઇલ અને લોકેશન ચેક કરતા તેનું લોકેશન સુરતમાં આવતું હોવાનું જણાયું હતું.

કેસીને લઈ પોલીસ છત્તીસગઢ રવાના
છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી. લોકેશનના આધારે નાનપુરા વિસ્તારમાં જે ફૂલ વેચતા માળીઓની દુકાન છે ત્યાં આવતા સૌપ્રથમ અઠવાલાઈન્સ પોલીસની મદદ લીધી હતી અને પહેલા નાનપુરા વિસ્તારમાં એક માળીના ઘરમાં રોકાયેલી મહિલાને શોધીને કે.સી. બાબતે પૂછતા કે.સી. ડુમસ એરપોર્ટ રોડ પર આવેલા વીક એન્ડ એડ્રેસ રિસોર્ટમાં રોકાયો હોવાનું કહ્યું હતું. જેથી છતીસગઢ પોલીસે તુરંત ડુમસ પોલીસની મદદ લઈને વીક એન્ડ એડ્રેસમાં રેડ કરી હતી. જ્યાંથી પોલીસે રૂપિયા પહોંચાડવાની વ્યવસ્થા કરનાર શકમંદ કપિલ ચેલાણી ઉર્ફે કે.સી.ને પોલીસે ઝડપી લીધો હતો. મોડીરાત્રે છતીસગઢ પોલીસે કે.સી.ને લઈને રવાના થઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ચંદ્રકારના નાણાકીય વ્યવહારો કે.સી. ભારત અને દુબઈમાં સંભાળતો
કે.સી. છત્તીસગઢ અને સુરત પોલીસ એરપોર્ટ સામે આવેલા બેલેન્સ હોમમાં દરોડો પાડી ઝડપી પાડ્યો છે. છત્તીસગઢની ઇકો સેલ દ્વારા 4 માર્ચના રોજ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભગેલ સહિત 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ઇડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, સૌરભ ચંદ્રાકારના હવાલાકાંડમાં તેના વિશ્વાસુ કેસીનું નામ બહાર આવ્યું હતું. ચંદ્રકારના નાણાકીય વ્યવહારો કે.સી. ભારત અને દુબઈમાં સંભાળતો હતો. એક એકાઉન્ટ તરીકે તેની ભૂમિકા હતી. કે.સી. સૌરભ ચંદ્રાકારની સાથે દુબઈમાં રહેતો હતો.

નાણા રૂપેશ ભગેલ સુધી કે.સી. દ્વારા પહોંચાડવામાં આવતા
છેલ્લા કેટલાક સમયથી તે ભારત આવી ગયો હતો. કે.સી. એક સેજલ નામની મહિલા સાથે સંપર્કમાં હતો અને આ મહિલાનું લોકેશન સુરત આવતું હતું. આ દરમિયાન સેજલના ફોન બંધ થઈ ગયા. સેજલ સુરતના કે યુવકો સાથે સંપર્કમાં હતી. તેને છત્તીશગઢ પોલીસે એડ્રેસ કર્યા હતા અને અઠવા વિસ્તારના નાનપુરા પોલીસ ચોકી સુધી પહોંચી હતી. સેજલના સંપર્કમાં આવેલા સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા એક માળીએ કે.સી. અંગે પોલીસને જાણકારી આપી હતી. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા અને સેજલ સાથે કે.સી. પણ ઝડપાઇ ગયો હતો. દુબઈમાં બેસી સૌરભ ચંદ્રાકાર દ્વારા હવાલા મારફતે જે પણ નાણાં મોકલવામાં આવતા હતા તે નાણા રૂપેશ ભગેલ સુધી કે.સી. દ્વારા પહોંચાડવામાં આવતા હતા. આ અંગે તપાસમાં જાણવા મળ્યું હતું. જેથી કે.સી.ની અટકાયત પોલીસ માટે ખૂબ જ જરૂરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!