GUJARAT

દિવસે મા સરસ્વતીનું ધામ, રાત્રે દારૂડિયાઓની મહેફિલ: સુરતની આંગણવાડીમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો મળી, 50 મીટર દૂર જ ઉધના પોલીસ ચોકી – Surat News


ભણશે ગુજરાત છે, આગળ વધશે ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી…આવાં સૂત્રો જ્યારે લોકો સાંભળે ત્યારે ભલે ગુજરાતની છબી કંઈક અલગ લાગતી હશે, પરંતુ સુરતમાંથી એક ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું છે. જ્યાં નાનાં બાળકો અભ્યાસ કરતાં હોય તેવી સુરતની એક આંગણવાડી હાલ

.

આંગણવાડીમાં દારૂની મહેફિલ

દિવસે બાળકોનો અભ્યાસ, રાત્રે દારૂડિયાઓના ધામા?
ઉધનાના વિજયનગરની આંગણવાડીમાં દારૂ-બિયરની ખાલી બોટલો જોવા મળી હતી. એકબાજુ નાનાં ભૂલકાઓ અહીં આવીને મા સરસ્વતીની વંદના કરે છે, અભ્યાસ કરે છે, ત્યાં બીજી બાજુ અહીં દારૂ-બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. દારૂની પોટલી, દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય કે, અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્ત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે.

સુપરવાઈઝર આંગણવાડીને બંધ કરીને નીકળી જાય છે
આંગણવાડી નંબર 29 કૈલાસનગરમાં દારૂ-બિયરની બોટલનાં દૃશ્યો અંગે આંગણવાડીના સુપરવાઇઝર રત્નાબેને જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. અમે અહીં આંગણવાડી બંધ કરીને નીકળી જતા હોઈએ છીએ, ત્યારબાદ રાત્રે કોણ આવે છે. આ અંગે અમને ખબર નથી.

દીવાલ પાસે લટકતી દારૂની પોટલી

દીવાલ પાસે લટકતી દારૂની પોટલી

સ્થાનિકોની રજૂઆત કેમ સંભળાતી નથી?
સ્થાનિક રાવ સાહેબ ગીરાશે જણાવ્યું હતું કે, આ આંગણવાડીમાં 4 સોસાયટીનાં બાળકો આવે છે. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી.

તંત્ર શું પગલાં ભરશે?
જોકે, સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી સુરક્ષાને લઈ પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. રાત્રી સમયે કઈ રીતે અહીં લોકો આવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. તંત્ર શું કાર્યવાહી કરશે આ મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે, 50 મીટરની આસપાસ જ ઉધના પોલીસ ચોકી આવી છે. તેમ છતાં અહીં કઈ રીતે અસામાજિક તત્ત્વો બેફામ દારૂની મહેફિલ માણી રહ્યા છે, શું પોલીસનો પણ ખોફ નથી? જોકે, સમગ્ર આંગણવાડીની ચર્ચાએ અંતે જોર પકડ્યું તો પોલીસ વિભાગ ઘટના સ્થળ પર જઈને કાર્યવાહી આદરી હતી.

મોડી મોડી જાગતી પોલીસ

મોડી મોડી જાગતી પોલીસ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!