GUJARAT

સ્વામિ.ના લંપટ સંતો સામે હરિભક્તોનો મોરચો: પીપી સ્વામી, દેવ પ્રકાશ સહિત 50થી વધુ લંપટ સંતોનું લિસ્ટ તૈયાર કર્યું, સુરતના 300 હરિભક્ત ગામડાંમાં ફરી લોકોને જાગ્રત કરશે – Surat News


કહેવત છે કે પાપના ઘડાને લાકડીની જરૂર હોતી નથી, એક કાંકરી પણ ઘડો ફોડી નાખે છે. ત્યારે આવું જ હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે થઈ રહ્યું છે. કુકૃત્ય કરનારા સાધુઓને અત્યારસુધી હરિભક્તો છાવરતા હતા, પરંતુ હવે તેમનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો

.

લંપટ સંતો સામે હરિભક્તોમાં રોષ ચરમસીમાએ
છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય અને સાધુ- સંતોને લાંછન લગાવતાં કૃત્યો સામે આવતાં હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ-સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભપાત સુધીની ઘટનાઓ બનતાં હરિભક્તોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે.

મશાલ સર્કલ પાસે હરિભક્તોનું વિરોધપ્રદર્શન
હરિભક્તો દ્વારા ઠેર-ઠેર આ લંપટ સાધુઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં હવે લંપટ સાધુ સામે સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધપ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓને હટાવો અને ધર્મને બચાવોનાં પોસ્ટર પર લખાણો લખી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.

હરિભક્તોએ નામ સાથેનાં પોસ્ટરો જાહેર કર્યાં
આ લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવા સુરતથી 300 જેટલા લોકો અલગ અલગ ગામડાંમાં જઈ પ્રચાર કરશે, યૌનશોષણ અને કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન કરશે. હરિભક્તોએ નામ સાથેનાં પોસ્ટરો જાહેર કર્યાં છે. પોસ્ટરોમાં લખ્યું છે કે ગુરુકુળ હટાવો, બાળકોનું યૌનશોષણ અટકાવો. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું છે અને લંટપ સ્વામીઓનાં નામ સાથે વિરોધ કર્યો છે.

300થી વધુ હરિભક્તો ગામડે ગામડે જઈ લોકોને સજાગ કરશે
આ મામલે ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ લંપટ સાધુઓ વિરુદ્ધ હરિભક્તો રોષ નોંધાવી રહ્યા છે અને તેમને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ હોદ્દા પર બેસેલા અને સત્સંગી સભાના મુખ્ય સ્વામીઓ આ મામલે કોઈ નિર્ણય કરતા નથી અને જે હરિભક્તોએ આવા લંપટ અને કહેવાતા કલંકિત સાધુઓ વિરુદ્ધ વિરોધ કર્યો હતો, તેઓ પર ખોટી ફરિયાદ કરવામાં આવી રહી છે, જેથી હવે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને ઊતર્યા છે. સુરતથી 300થી વધુ કાર અલગ અલગ શહેરો, ગામડાં અને તાલુકાઓમાં જશે અને આવા લંપટ સાધુઓ વિરુદ્ધ કેવી રીતે સજાગ થવું અને કઈ રીતે તેમને પોતાની અશ્લીલતાનું ભાન કરાવવું એ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

50થી વધુ લંપટ સાધુઓનું લિસ્ટ તૈયાર કર્યું
50થી વધુ આવા લંપટ સાધુઓનું લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે, જેઓ પોતાની હવસ સંતોષવા સાધુઓનો વેશ લઇ કુકૃત્ય કરે છે. જે લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે એમાં નવતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવ પ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી- જૂનાગઢ, ભગવત પ્રસાદ સ્વામી, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ સ્વામી- અંકલેશ્વર, જે.કે. સ્વામી, ઘનશ્યામ કંડારી સહિત 50થી વધુ સાધુઓના લિસ્ટ સાથે હરિભક્તો વિરોધ નોંધાવવાના છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!