GUJARAT

ભાસ્કર એક્સક્લુઝિવ: ‘સરકાર તમારા સલાહકાર કોણ છે કૃષ્ણ કે પછી શકુની’ ભાજપના 5 MLA ડૉક્ટર છતાં MBBS મોંઘું થયું! – Ahmedabad News


મંગળવારે એનએમઓનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને મળ્યું હતું.

પ્રખર જમણેરી વિચારધારા સાથે સંકળાયેલા દેશના સૌથી મોટા તબીબી સંગઠન નેશનલ મેડિકોસ ઓર્ગેનાઈઝેશન- ગુજરાત (NMO) દ્વારા રાજ્યની GMERS મેડિકલ કોલેજોના ફી વધારા મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. મંગળવારે એનએમઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને

.

સરકારે GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષિક ફી 3.30 લાખથી વધારી 5.50 લાખ કરી હતી જ્યારે મેનેજમેન્ટ કવૉટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી તેમજ એનઆરઆઈ કવૉટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર કરી હતી. વિદ્યાર્થીઓ આટલી જંગી ફી કેવી રીતે ભરશે તેનો વિચાર કર્યા વગર જ સરકારે 67 ટકાથી લઈ 114 ટકા સુધી ફીસમાં તોતીંગ વધારો કર્યો હતો.એનએમઓ એ કહ્યું છે કે, સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા જ પોઈન્ટનો તફાવત હોવા છતા વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે.

આટલી મોટી ફી ભરવી કોઈ પણ મધ્યમ વર્ગના વાલી માટે અશક્ય છે. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓનું ડૉક્ટર બનવાનું સપનું માત્ર સપનું જ રહી જશે. તો વાલીઓ તથા વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાને લઈ આ ફી વધારો તાત્કાલીક પાછો ખેંચવો જોઈએ તેવી એનએમઓએ માગ કરી હતી. બે ધારાસભ્યો ડૉ. પ્રદ્યુમ્ન વાઝા અને ડૉ. દર્શિતા શાહ અને એનએમઓના પ્રિતિનિધિ ડૉ. ભરત અમીન, ડૉ. પ્રવીણ ભાવસાર, ડૉ. દુષ્યંત દેસાઈ, ડૉ વિરેન દોશી, ડૉ. વિજય ગઢીયા અને ડૉ. નિખિલ ચૌહાણ ફી વધારો પાછો ખેંચવા માગ કરી હતી.

GMERSને સરકારે ગયા વર્ષે 843.26 કરોડ રૂપિયા આપ્યા છતાં ફીવધારો કર્યો

  • રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ના પડે તે હેતુથી સરકારે 2010માં અંદાજે 8,500 કરોડના કેપિટલ ખર્ચે 13 જિલ્લામાં એમબીબીએસ + પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી.
  • તમામ 13 કોલેજોમાં એમબીબીએસની કુલ 2,100 બેઠકોમાંથી 1,785 (1,575 સરકારી ક્વોટાની બેઠક અને 10 ટકા પ્રમાણે 210 મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો) ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરવા નક્કી થયું હતું.
  • 15 ટકા એનઆરઆઈ બેઠક (315) પૈકી ગયા વર્ષે 102 બેઠકો એનઆરઆઈ ક્વોટા મુજબની ફીથી ભરાઈ હતી. બાકીની ખાલી રહેલ 213 પૈકી માત્ર 153 મેનેજમેન્ટ ક્વોટાથી આમ, એનઆરઆઈ ક્વોટાથી ઓછી ફી લઈને મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ભરવામાં આવી હતી. મેનેજમેન્ટ ક્વોટામાં પણ બેઠકો ન ભરાતા બાકી રહેલ 60 બેઠક ગવર્મેન્ટ ક્વોટા મુજબની ફી થી ભરવામાં આવી હતી. આમ 1,785 + 60 = 1,845 બેઠકો ગવર્મેન્ટ ક્વોટા મુજબની ફી થી ભરાઈ હતી.
  • ગયા વર્ષે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજો તથા સંલગ્ન 14 હોસ્પિટલો ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે 1,168 કરોડ થયો હતો. જેની સામે GMERS મેડિકલ કોલેજને ફી ની આવક 423.74 કરોડ થઈ હતી. ઘટ પડેલ 744.61 કરોડની રકમ સામે સરકારે ગયા વર્ષે 843.26 કરોડ GMERS ને ફાળવ્યા હતા.

ચાની કિંમતમાં NHL મેડિકલ કોલેજમાં ભણ્યા અને હવે 35 લાખનું પેકેજ
સેવા માટે જાણીતી એએમસી સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજ (વીએસ) ના દાતાઓની લાગણીઓને મેડિકલ માફિયા ઘોળીને પી ગયા છે. આવી સ્થિતિ નિર્માણ થવા પાછળ બ્યુરોક્રેટ્સ, ભાજપના નેતાઓ અને ડૉક્ટર નેતાઓ સરખા ભાગે ભાગીદાર છે. અમે ચાની કિંમતમાં વીએસથી ભણ્યા હતા અને અત્યારે વિદ્યાર્થી સરેરાશ 35 લાખનું પેકેજ ચૂકવે છે. રાજ્ય કે દેશનો રાજા આરોગ્ય અને મેડિકલ શિક્ષણનો વેપારી હોય તેને પ્રજા પાઠ ભણાવતી હોય છે. – ડૉ. ભરત અમીન, એનએમઓ-પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષRelated Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!