GUJARAT

બોટાદ શહેરમાં વ્યાજખોરોનો આંતક: શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા બે યુવાનોને વ્યાજખોરોએ માર માર્યાની ફરિયાદ; પોલીસે બે ગુનામાં 5 વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો – Botad News


બોટાદમાં વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં રહેતા યુવાનોએ વ્યાજે લીધેલા રૂપિયા પરત આપવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી બંને યુવાનોને માર મારતાં બંને યુવાનોએ બોટાદ પોલીસમાં અલગ અલગ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને ગુનામ

.

બોટાદ શહેરમાં વ્યાજખોરો દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં રહેતાં બે યુવાનો પાસે વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી માર મારવામાં આવતાં વ્યાજખોરોના આંતકની ઘટના પ્રકાશમાં આવી છે.

વ્યાજ ખોરોના ત્રાસની ઘટનાની વાત કરીએ તો બોટાદ શહેરનાં ચામુંડા નગર ગંધારી વાડીમાં રહેતા સંજયભાઈ મગનભાઈ પરમારે શહેરનાં મુનાભાઈ ભરવાડ અને ભરતભાઈ નામના શખસો પાસેથી 10%ના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા, જે સંજયભાઈએ વ્યાજ સહિત રકમ આપી દીધી હતી. તેમ છતાં મુનાભાઈ ભરવાડ અને ભરતભાઈ સંજયભાઈને વારંવાર વ્યાજની રકમ આપવા બાબતે પઠાણી ઉઘરાણી કરતા હતા. ત્યારે આ રકમ આપી દીધી હોવાનું કહેતાં સંજયભાઈને આ બંને વ્યાજખોરોએ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી સંજયભાઈ પરમારે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વ્યાજખોર મુનાભાઈ ભરવાડ અને ભરતભાઈ વિરુદ્ધ ગેરકાયદે નાણા ધીરનારની પ્રવૃતિની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ શહેરનાં ગઢડા રોડપર રાધેકૃષ્ણ – 4 પાછળ રહેતા જીગ્નેશભાઈ બાબુભાઈ મકવાણાએ તેનો મિત્ર રવિભાઈ શેખલીયાને રૂપિયાની જરૂર હોવાથી જીગ્નેશભાઈ મકવાણાએ શહેરના બાથુભાઈ ભરવાડ પાસેથી પાંચ હજાર રૂપિયા દસ ટકાએ લેવરાવ્યા હતા, પરંતુ રવિભાઈએ રૂપિયા પરત ન કરતાં વ્યાજખોરો બાથુભાઈ ભરવાડ અને તેના મિત્રો જીગ્નેશભાઈ પાસે ઉઘરાણી કરવા ગયા હતા. તે સમયે ઉગ્ર બોલાચાલી કરી જીગ્નેશભાઈને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી જીગ્નેશભાઈએ બાથુભાઈ ભરવાડ, નયન લકુમ, જયદીપ, વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદ શહેરમાં વ્યાજખોરોનો આંતકના કારણે બે અલગ અલગ પાંચ વ્યાજખોરો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની ઘટનાને લઈને બોટાદના ડિવાયએસપી એ. સૈયદે મીડિયાને માહિતી આપી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!