GUJARAT

આભ ફાટતાં અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ: ભરૂચના વાલિયા અને નેત્રંગમાં વિનાશ પછીનો વલોપાત: 5 સોસાયટીના 500 રહીશો ઘરોમાં કેદ – Netrang News


જીજ્ઞનેશ વસાવા ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકાના હજારો લોકોને સ્વપનેય ખ્યાલ નહિ હોય કે સોમવારની સવાર તેમના માટે આફત લઇને આવશે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સાડા 7 ઇંચ આકાશી જળ વરસતા નદીઓ અને નાળાઓ છલકાઇ ઉઠયાં હતાં. કરજણ, કીમ, અમ

.

માર્ગોની ઉપરથી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. મંગળવારે મેઘરાજાએ વિરામ લેતાં વિનાશના દ્રશ્યો સામે આવ્યાં હતાં. તાલુકામાં આવેલાં 5 જેટલા નાળાઓ ધોવાઇ ગયાં છે જયારે બીજી તરફ ખેતીવાડીના 11 થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતાં. કોતરોના પાણી નેત્રંગ નગર સુધી પહોંચી ગયાં હતાં. સરકારી બગીચા નજીક આવેલી ગંગાનગર, શાંતિનગર જયારે ગાંધીબજારના જલારામ મંદિર વિસ્તારની આનંદનગર સોસાયટી તથા જીનબજારના 3 ઘરોમાં પાણી ફરી ભરાયાં હતાં. સતત વરસાદના કારણે 5 સોસાયટીના 500થી વધારે રહીશો 2 કલાક સુધી ઘરોમાં કેદ થઇ ગયાં હતાં. અમુક ઘરોમાં ઘરવખરી પલળી જતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

પોરબંદર જિલ્લામાં 2 થી 4, અમરેલીમાં દોઢ થી 2, ઘેડમાં 5, માધવપુરામાં અઢી કલાકમાં 3 ઈંચ વરસાદ

પોરબંદર જિલ્લામાં ધીમે ધારે મેધરાજા વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને બરડા પંથકમાં વધારે પ્રમાણ વરસાદ પડી રહ્યો છે. જેમાં મંગળવારે પોરબંદર જિલ્લામાં સાંજે 6 કલાક સુધીમાં સરેરાશ 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં દોઢ થી 2 ઇંચ વરસાદ જ્યારે પોરબંદર ઘેડ પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો તો માધપુરમાં અઢી કલાક 3 ઇંચ વરસાદ વરસતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન ખાતાને પોરબંદરમાં અોરંજ એલર્ટ આપ્યું છે.

આ વરસાદ વાવણીના પાકને ફાયદાકારક છે તેવુ ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતું. ઉપરાંત સોરઠ પંથકના વેરાવળમાં 4 થી 5 ઇંચ અનરાધાર વરસાદ મંગળવારે વરસ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!