GUJARAT

47 ખેડૂતોની ઈચ્છા મૃત્યુની માંગ: સુરેન્દ્રનગરના ખેડૂતોનો આક્ષેપ- ખેતરમાં નાખેલી સોલાર વીજ લાઇનનું વળતર મળ્યું નથી, કલેક્ટરે કહ્યું- ‘પ્રાંત અને કંપનીના MD સાથે મિટિંગ થશે’ – Surendranagar News


સુરેન્દ્રનગર જિલ્લા નટવરગઢના 47 ખેડૂતોએ કલેક્ટર સમક્ષ ખેતરમાં નાખેલી સોલાર વીજ લાઇનનું વળતર નહિ મળે તો ઈચ્છા મૃત્યુની માંગ દર્શાવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં નટવરગઢ ગામના 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવ્યા બાદ કંપની દ્વારા વળ

.

સુરેન્દ્રનગર જિલ્લા નટવરગઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છેકે, ખેતરોમાં આડેધડ ખોદકામ કરી સોલારની વીજ લાઈન નાખવામાં આવી છે. જેમાં કંપની દ્વારા છેલ્લા 3 વર્ષમાં વળતર પેટેની રકમની ચુકવણી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. હાલ ખેડૂતોએ કરેલા વાવેતર પર ખોદકામ કરી અને બાકી રહી ગયેલી સોલાર વીજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેયુર સી.સંપટે જણાવ્યું કે, આ ખેડૂતો મારી પાસે રજૂઆત માટે આવ્યા હતા. મે એમને કહ્યું કે, તમારી પાસે કંપની સાથે કરેલા લેખિત કરાર હોય તો આપો. કંપનીએ અગાઉ છ કેબલ લગાવવાની ખેડૂતો સાથે વાત કરી હતી. અને જે તૅ વખતે ત્રણ કેબલ નાખ્યા હતા. અને હવે બાકીના ત્રણ કેબલ નાખવા આવતા આ વિવાદ થયો હતો. ખેડૂતોની ઈચ્છા પ્રમાણે પ્રાંત અધિકારી અને કંપનીના એમ. ડી. સાથે ખેડૂતોને મિટિંગ કરાવવામાં આવશે. પ્રાંત રજા ઉપરથી આવે એટલે ખેડૂતોના હિતમાં ગોઠવી આપ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!