GUJARAT

ડાયમંડ સિટીમાં ‘ડાયમંડ’ મંદી: સોનાના ભાવ વધતા ગોલ્ડ પ્લેટેડ ડાયમંડ જ્વેલરીની માગ ઘટી, 4 મહિનાથી મંદી, હજુ એક મહિનો સુરતીઓને મુશ્કેલી પડશે – Surat News


સુરતનો ડાયમંડ ઉદ્યોગ એ સંપૂર્ણપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલો વ્યવસાય છે. સુરતના રફ ડાયમંડ પોલિશ થઈને 95 ટકા હીરા વિદેશમાં જાય છે. નેચરલ તેમજ લેબગ્રોન ડાયમંડ પણ મોટાભાગે વિદેશમાં જ જાય છે. હાલ જે રીતે સમગ્ર વિશ્વની સ્થિતિ છે અને ચારે તરફ યુદ્ધ જેવી સ્

.

રફ ડાયમંડ ઉત્પાદન કરતી ખાણો રશિયામાં
સુરતના હીરા ઉદ્યોગમાં રશિયાનું ખૂબ જ મહત્વ છે. વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ ઉત્પાદન કરતી ખાણો રશિયામાં છે. સુરતમાં જે રફ ડાયમંડ આવે છે તે પૈકીનો મોટો હિસ્સો રશિયાથી સુરતને મળે છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં અન્ય દેશોએ પણ ઝંપલાવ્યું છે અને તેના કારણે યુરોપિયન દેશો દ્વારા કેટલાક કડક નિયમોનો અમલ કરાતા ડાયમંડના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ઉપર પણ તેની અસર થઈ છે. યુદ્ધ ભલે રશિયા અને યુક્રેન વચ્ચે હતું પરંતુ અમેરિકા અને ચીન જેવા દેશોએ પણ પરોક્ષ રીતે તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રશિયા ઉપર અમેરિકા દ્વારા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તેના કારણે પણ હીરા ઉદ્યોગ ઉપર તેની અસર થઈ છે.

સ્થાનિક સ્તરે પ્રોડક્શન વધી ગયું છે
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી લેબગ્રોન ડાયમંડની માગણી વિશ્વભરમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી હતી. અમારા અંદાજ પ્રમાણે એક સમયે નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડ 30 ટકા સુધી પહોંચી ગયો હતો. નેચરલ ડાયમંડની સરખામણીએ વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડમાં 600% સુધીનો પણ વધારો આવી ગયો હતો. પરંતુ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે ડાયમંડ ઉદ્યોગ ઉપર અસર થતા હવે તે રેશિયો ઘટી રહ્યો છે અને સુરતમાં મંદીનો માહોલ સર્જાયો છે. હાલ સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઓવર પ્રોડક્શનનો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર હીરાની ડિમાન્ડ ઘટી છે અને સ્થાનિક સ્તરે પ્રોડક્શન વધી ગયું છે જેને કારણે મુશ્કેલી પડે છે.

સોનાના ભાવમાં ધરખમ વધારો
બાબુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવે ધીરે ધીરે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગના યુનિટો પણ શરૂ થયા છે. આથી સુરતમાં જ તૈયાર થતા હીરાનો ઉપયોગ સુરતમાં બનતી જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતા હોય છે. જેને કારણે સુરતના તૈયાર થયેલા હીરાનો કેટલોક હિસ્સો જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતો હોય છે. પરંતુ સ્થિતિ એવી ઊભી થઈ કે, સોનાના ભાવમાં ખૂબ વધારો થયો છે. જેના કારણે ગોલ્ડ પ્લેટેડ ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ ઘટી ગઈ છે. જ્વેલરીમાં જે સોનુ વપરાતું હતું તેમાં ડાયમંડનું વેલ્યુએશન કરી દેવામાં આવતું હતું. પરંતુ સોનું મોંઘું થયું હોવાને કારણે જ્વેલરીની પણ ડિમાન્ડ ઘટી ગઈ છે.

ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સુધરશે
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં યુરોપિયન કન્ટ્રીઓમાં ખરીદી વધુ જોવા મળતી હોય છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનાના અંતમાં જ્વેલરીની ડિમાન્ડ વધતી હોવાને કારણે ઓર્ડરો મળવાના શરૂ થઈ જાય છે. ક્રિસમસ જેવા તહેવારોમાં ઓર્ડર મળતા હોય છે તેની તૈયારી આવનારા 15થી 20 દિવસમાં જ શરૂ કરી દેવાશે. આશા છે કે, ડિસેમ્બર મહિનાના ઓર્ડર હવે મળવાના શરૂ થશે અને સુરતમાં જે હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ છે તેમાંથી બહાર આવી શકાશે. આંતરરાષ્ટ્રીય સ્તરો પર પણ હવે ધીરે ધીરે સ્થિતિ સુધરી રહી છે. જેની અસર હવે લોકોના ખરીદ શક્તિ ઉપર પણ દેખાશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!