GUJARAT

રથયાત્રા: ચાર કિમીની રથયાત્રા જનમેદની વચ્ચે સાડા 4 કલાકમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન – Bharuch News

ભરૂચમાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે બપોરે 3 વાગ્યાથી શ્રધ્ધાળુઓની ભીડ ઉમટવા લાગી હતી. સંવેદનશીલ વિસ્તારમાં મંદિર આવેલું હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધીમે ધ

.

પ્રભુ પરિવારના રથો તૈયાર થઇ જતાં ભાવિક ભકતોએ તેને ખેંચવાની પરંપરાને સુપેરે નિભાવી હતી. રથયાત્રાના રૂટ પર ધીમે ધીમે મહેરામણ વધવા લાગ્યું હતું. જાંબુ અને મગની પરંપરાગત પ્રસાદીના વિતરણ સાથે રથયાત્રા આગળ ધપી હતી. ફૂરજાથી 500 મીટરનો સંવેદનશીલ વિસ્તાર પાર કરતાં રથયાત્રાને 30 મિનિટનો સમય લાગ્યો હતો. ફૂરજા ચાર રસ્તાની શહેરના હાર્દસમા કતોપોર ઢાળ પરથી રથયાત્રાએ લાલબજાર પોલીસ ચોકી તરફ પ્રયાણ કર્યું હતું. લાલબજાર ખાતે મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું. લાલબજાર પોલીસ ચોકીથી નીકળેલી રથયાત્રા રાત્રિના 9 વાગ્યે સોનેરી મહેલ પહોંચી હતી જયાં હજારોની જનમેદનીએ જગતના નાથને નમન કર્યા હતાં. 9 વાગ્યે રથયાત્રાનું પરંપરા મુજબ ભોઇપંચની વાડી ખાતે રથયાત્રાનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!