GUJARAT

કડી પંથકમાં સાંબેલાધાર વરસાદ: 4. 5 ઇંચ વરસાદ પડતાની સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર, અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ – Kadi News


રાજ્યમાં અનરાધાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે અને સાર્વત્રિક મેઘમહેર થઇ ગઇ છે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 દિવસ ગુજરાતમાં ભારેથી અ

.

સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ મેઘ મહેર કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. વરસાદથી સમગ્ર રાજ્ય તરબોળ થઈ ગયું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. રવિવાર બાદ મેઘરાજાની મેઘ મહેર કડી પંથકમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ વર્ષે ઉનાળાની ઋતુમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને ત્યારે રવિવાર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને મેઘરાજાએ પોતાનું સ્વરૂપ ધારણ કરીને અનેક વિસ્તારો તરબોળ કરી દીધા છે. જેના કારણે પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત અનુભવી હતી. પંથકમાં વરસાદ પડતાની સાથે જ લોકો વરસાદની મજા પણ માણી રહ્યા હોય તેવા અનેક દ્રશ્યો જોવા મળતા હતા.

કડીમાં બુધવારે સવારથી જ રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો હતો. કડી શહેરમાં દર વર્ષે જે વિસ્તારમાં પાણી ભરાય છે તેવી સ્થિતિ આ વર્ષે થતા પાલિકાની પ્રિ -મોનસુન કામગીરી ખાડે ગઈ હોય તેવું જોવા મળ્યું હતું. પાલિકાની તેમજ તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે સામાન્યથી અતિ ભારે વરસાદ પંથકમાં અને શહેરમાં વર્ષે અને તરત જ કડીના થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજ પાણીમાં ગરકાવ થઈ જાય છે તેવી સ્થિતિ પણ બુધવારે જોવા મળી હતી.

રવિવારે તો અંડર બ્રિજ સ્વિમિંગ પૂલ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી અને મંગળવારે બપોર બાદ અંડર બ્રિજમાં પાણી ખાલી થઈ ગયું હતું. જેથી બ્રિજ ખુલ્લો થતા વાહનો અવરજવર થઈ રહ્યા હતા, પરંતુ બુધવારે સાંજના સમયે મેઘરાજાએ પોતાનું સ્વરૂપ ધારણ કરી પંથકમાં વરસતા અંડર બ્રીજ પાછો અડધો ભરાઈ જતા બ્રિજને બંધ કરવાનો તંત્રને વારો આવ્યો હતો.

કડી પંથકમાં બુધવારે ફરી ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાની જોવા મળી હતી. વરસાદ પડતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બુધવારે સાંજના સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો. પાંચ કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસતા કરણનગર રોડ ઉપર આવેલ જયગુરુદેવ નગર સોસાયટી સહિતની સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ કરણનગર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા મકાનની અંદર રહેલ ઘરવખરીનો સામાન પણ પલળી ગયો હતો. લોકોને રાત્રિ દરમિયાન સૂવાનું પણ કઠિન બની ગયું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!