GUJARAT

અમદાવાદમાં યલો એલર્ટ: અમદાવાદમાં 4 કલાકમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો, શહેરમાં 100થી વધુ સ્થળોએ પાણી ભરાયા – Ahmedabad News


અમદાવાદ શહેરમાં આજે મંગળવારે સાંજે 5 વાગ્યા બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સતત ચાર કલાક સુધી શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમારતો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, કઠવાડા, ગોમતીપુર, રખિયાલ, નરોડા

.

નરોડા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા
પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, કઠવાડા, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. નિકોલ શુકન ચાર રસ્તા પાસે પાણી ભરાયા હતા. વાડજ મેટ્રો સ્ટેશન પાસે અને વસ્ત્રાલના વિનયપાર્ક પાસે મોટો ભુવો પડ્યો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરીકેટ કરી દેવામાં આવ્યા હતા. નરોડા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા.

100થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા
શહેરમાં આજે પડેલા વરસાદને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી ખાતેના મુખ્ય કંટ્રોલરૂમમાં 72 જગ્યાએ વરસાદી પાણી ભરાવવાની ફરિયાદ મળી હતી. જેમાં 60 જગ્યાએ નિકાલ થઈ ગયો છે જ્યારે 12 જગ્યાએ નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ વરસાદી પાણી ભરાયા હતા. આમ 100થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. 6 જગ્યાએ રોડ બેસી જવાની અને 4 જગ્યાએ ભુવા પડ્યા છે. જ્યારે ત્રણ જગ્યાએ ઝાડ પડ્યા હતા.

શેલામાં પાણી ભરાવાની સમસ્યાથી સૌથી વધુ લોકો હેરાન હતા
ઉલ્લેખનીય છે કે, રવિવારે ગોતા, સાયન્સ સિટી અને બોપલ જેવા વિસ્તારોમાં અંદાજે 7 ઈંચ વરસાદ પડ્યો હતો. તો ગતરોજ સોમવારે પણ શેલા, બોપલ, સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાંથી 24 કલાકથી વધુ સમય વિતવા છતાં વરસાદી પાણી ઓસર્યાં ન હતા. રવિવારના વરસાદમાં શહેરમાં 99 સ્થળે પાણી ભરાયાની મ્યુનિ.ને ફરિયાદો મળી હતી. પોશ વિસ્તાર ગણાતા શેલામાં પાણી ભરાવાની સમસ્યાથી સૌથી વધુ લોકો હેરાન હતા.

સિઝનનો સરેરાશ 6.04 ઈંચ વરસાદ પડી ચૂક્યો
મ્યુનિ.ના કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ નરોડામાં અત્યાર સુધી સિઝનનો 13.62 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. જે શહેરની સરેરાશથી બમણી છે. રવિવારે પશ્ચિમ પછી સોમવારે પૂર્વના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ હતી. મણિનગરમાં અઢી ઈંચ અને વિરાટનગર, ચુકડિયા, મેમ્કોમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમની વાત કરીએ તો રાણીપમાં 7.5 મીમી વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી શહેરમાં સિઝનનો કુલ સરેરાશ 6.04 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. મ્યુનિ.ના જણાવ્યા અનુસાર પાણી ભરાયાની 99 ફરિયાદોમાંથી 70નો નિકાલ થયો છે, 29માં કામગીરી ચાલી રહી છે.

પાણી ભરાતા સ્થળે અધિકારીઓ ન દેખાતા બેઠક
શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વોટર કમિટીના ચેરમેને અધિકારીઓને ચેતવણી આપી હતી કે, પાણી ઉલેચવાના પંપ બંધ મળ્યા તો કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાશે. રવિવારના વરસાદના પછી મ્યુનિ. કર્મચારીઓ સમયસર નહીં પહોંચ્યા હોવાની ફરિયાદો બાદ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને વોટર કમિટીના ચેરમેને અધિકારીઓની બેઠક બોલાવી હતી.

વરસાદી પાણી ભરાયાંની 99 ફરિયાદો

ફરિયાદ સંખ્યાં
ઝાડ પડ્યા 4

વરસાદી પાણી

99

રોડ સેટલમેન્ટ

2
બ્રેક ડાઉન 8

ભયજનક મકાન

4

​​​​



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!