GUJARAT

સુરતમાં 36 કલાકમાં 11ના આપઘાત: આર્થિક સંકડામણ-બીમારીથી દર 3 કલાકે એકની આત્મહત્યા, 7 વ્યક્તિએ ભરજુવાનીમાં જિંદગી ટૂંકાવી, પરિણીતાએ લગ્નના 3 મહિનામાં મોત વહાલું કર્યું – Surat News


સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 36 કલાકમાં 11 જેટલા વ્યક્તિઓએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ 11 વ્યક્તિમાંથી ત્રણમાં આર્થિક સંકડામણ અને બેમાં બીમારીનું કારણ સામે આવ્યું છે. જ્યારે કેટલાકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું

.

અમરોલીમાં લગ્નના ત્રણ મહિનામાં પરિણીતાએ ફાંસો ખાધો
મૂળ ઓડિશાના વતની નારાયણ પ્રધાન હાલ અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ શ્રીરામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. નારાયણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્રણ મહિના પહેલાં નારાયણે ખીલેશ્વરી (ઉં.વ. 25 વર્ષ) નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે ખીલેશ્વરી વતનમાં તેની માતા સાથે ફોન ઉપર વાત કરી હતી. ત્યારબાદ તેણે 5 વાગ્યાના સુમારે ઘરમાં લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રૂધરપુરામાં યુવકે એસિડ પીને જિંદગી ટૂંકાવી
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ રુધરપુરામાં આવેલ ગાર્ડન કોલોનીમાં 30 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઈ શિંધે માતા-પિતા સાથે રહેતો હતો. મેહુલ બેકાર બેસી રહેતો હતો. તેમજ દારૂનું સેવન કરતો રહેતો હતો. બુધવારે બપોરે મેહુલ દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો અને તેની માતા પાસે વાપરવાના રૂપિયા માગ્યા હતા. પરતું તેની માતાએ રૂપિયા આપવાની ના પાડી દેતાં મેહુલને વાતનું માઠું લાગી આવ્યું હતું. જેથી તેણે દારૂના નશામાં એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વેડરોડમાં આર્થિક સંકડામણમાં યુવકે ઝેર પીને આત્મહત્યા કરી
મૂળ બિહારના વતની સુજિત બિહારી મહંતો (ઉં.વ. 22 વર્ષ) હાલ વેડરોડ ખાતે આવેલ આનંદપાર્ક સોસાયટીમાં રહેતો હતો. સુજિત રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી કામકાજ સારી રીતે ચાલતું ન હતું. જેથી આર્થિક સંકડામણમાં મંગળવારે સાંજે 4 વાગ્યા આસપાસ ઘરમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે ચોકબજાર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મોટા વરાછામાં માનસિક બીમારીથી કંટાળી આધેડે ઝેર પીધું
મૂળ ભાવનગરના વતની અને હાલ મોટા વરાછા વિસ્તારમાં આવેલ સનસિટી રો-હાઉસમાં સુરેશભાઈ વલ્લભભાઈ તેજાણી (ઉં.વ. 52 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. સુરેશભાઈ નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. તે છેલ્લાં દસેક વર્ષથી માનસિક બીમારીથી પીડિત હતા. જેથી કંટાળી તેઓએ મંગળવારે બપોરે 3:45 વાગ્યા આસપાસ ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઉત્રાણ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

લિંબાયતમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલ કેશવનગરમાં 71 વર્ષીય શિવાજી ઓમકાર પાટીલ એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. શિવાજી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શિવાજીને અલગ-અલગ બીમારીઓ હતી. જેથી કંટાળી બુધવારે સાંજે 6:50 વાગ્યાના અરસામાં ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે લિંબાયત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પિતરાઈ ભાઈને ફોન કરી ભેસ્તાનમાં યુવકે આપઘાત કર્યો
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ભેસ્તાન સ્ટેશન રોડ ખાતે આવેલ શંખેશ્વર સોસાયટીમાં 25 વર્ષીય રાહુલ જ્ઞાનપ્રસાદ ચૌહાણ એક માસના પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો. રાહુલ કાપડ માર્કેટમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સવારે રાહુલે તેના વિજય નામના પિતરાઈ ભાઈને ‘મારા ઘરનું ધ્યાન રાખજો, હું હવે રહેવાનો નથી, મારું મન લાગતું નથી’ તેમ કહીને ફોન કરીને કહ્યું હતું. ત્યારબાદ ફોન કટ કરીને ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. જેથી તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક રાજેન્દ્રસિંહ રાજપૂતની ફાઈલ તસવીર

લોનના હપતા ન ભરાતા કાપડ વેપારીનો આપઘાત
મૂળ રાજસ્થાનના પાલી અને હાલ ગોડાદરાના કેશવપાર્કમાં રહેતા વેપારી રાજેન્દ્રસિંહ પેપસિંહ રાજપૂત (ઉં.વ. 45) બુધવારે બપોરે ઝેરી ટીકડા ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજેન્દ્રસિંહ રિંગ રોડ પર આવેલી આદર્શ-1 માર્કેટમાં શૂટની દુકાન ધરાવતા હતા. તેમને બે સંતાન છે, રાજેન્દ્રસિંહે આપઘાત કરતાં પહેલાં બે પાનાંની સુસાઈડ નોટ લખી હતી. હિન્દીમાં લખેલી સુસાઇડ નોટમા એવો ઉલ્લેખ કર્યો છે કે, વર્ષ 2018થી શરૂ કરેલા કપડાના વેપારમાં નુકસાન અને બીજી તરફ લોન લીધી હોવાથી બેંક તરફથી લોનના હપતા ન ભરાતા ધમકીભર્યા કોલ આવતા હતા. કલ્પેશ સોનીને ના પાડવા છતાં ચેક અને વગર સહીએ વધુ વ્યાજ સાથે લોન અપાવી હતી. મંજૂર લોનના પૈસા બેંકમાં પાછા જમા કરાવવાનું જણાવ્યું હોવા છતાં જમા કરાવી ન હતી. આપઘાતના બનાવ અંગે પોલીસે સુસાઈડ નોટ કબજે કરી આગળની કાયવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. આપઘાત કરવાના પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજેન્દ્રસિંહે લખેલી સુસાઈડ નોટ

રાજેન્દ્રસિંહે લખેલી સુસાઈડ નોટ

રત્નકલાકારે આર્થિક સંકડામણમાં એસિડ પી આત્મહત્યા કરી
મૂળ ભાવનગરના સિહોર તાલુકાના વતની મહેશ ધરમશીભાઈ મકવાણા (ઉં.વ. 45 વર્ષ) હાલ હીરાબાગ ખાતે આવેલ સંતલાલ સોસાયટીમાં પત્ની તેમજ બે સંતાન સાથે રહેતો હતો. મહેશ હીરાનું કારખાનું ધરાવતો હતો. 6 જુલાઈના રોજ મહેશે વરાછા ધરમનગર રોડ ખાતે આવેલ શાંતિકુંજ ચોપાટી પાસે એસિડ પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બુધવારે બપોરે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે વરાછા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મહેશનું કામ સારી રીતે ચાલતું ન હતું. જેથી તેણે આર્થિક સંકડામણમાં આત્મહત્યા કરી હોવાની માહિતી જાણવા મળી હતી.

અગમ્ય કારણોસર ત્રણ વ્યક્તિએ જિંદગી ટૂંકાવી
અન્ય બનાવોમાં પુણામાં આશિષ સોસાયટીમાં 25 વર્ષીય રહેતા કરણ ચૌહાણ, પુણાની સરગમ સોસાયટીમાં રહેતી દક્ષાબેન મહેશભાલ ગોધાણીએ અનાજમાં નાખવાનો પાઉડર પી અને ડિંડોલીના ભેસ્તાન આવાસમાં રહેતા 35 વર્ષીય મહીરુદ્દીન રસીદે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!