GUJARAT

317.28 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ: છોટા ઉદેપુર નગર સેવાસદન ખાતે સાંસદ જશુ રાઠવાના હસ્તે અગ્નિસમન અને તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું – Chhota Udaipur News


છોટા ઉદેપુર નગર પાલિકા દ્વારા રૂ.317.28 લાખના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અગ્નિશમન તથા તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનોનું પણ લોકાર્પણ કરાયું છે

.

ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 15 માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત છોટા ઉદેપુર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા રૂ.317.28 લાખના ખર્ચે છોટા ઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક, વરસાદી ચેનલ, નવી સ્ટ્રીટ લાઇટ, હાઇ માસ્ક ટાવર, નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલોપમેન્ટના કુલ 20 કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિસમન અને તાત્કાલિક સેવા વિભાગ છોટા ઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈપ્રેસર મીની ફાયર ટેન્કર એક અને રેસ્ક્યુબોટ તેમજ વિવિધ સાધનોનું આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, નગરપાલિકા વહીવટદાર આર.આર ભાભોર, ચીફ ઓફિસર ભાવિનકુમાર બરજોડ તથા નગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!