GUJARAT

આધેડ રોડ પર 30 ફૂટ ઢસડાયા, CCTV: વડોદરામાં પૂરઝડપે જતી ST બસે બાઇકચાલકને અડફેટે લેતાં મોત, અચાનક બસે બ્રેક મારતાં પાછળથી બીજી બસ અથડાઈ – Vadodara News


વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસ. ટી. બસે બાઈકચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, સર્કલ પર બાઈકચાલક પસ

.

પિતાનું અકસ્માત થયાનો કોલ આવ્યો હતોઃ તેજસ
મૂળ ઊંઝાના કરલી ગામના અને હાલ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસીડેન્સીમાં રહેતા તેજસભાઇ રાજેન્દ્રભાઈ પટેલ (ઉં.વ.33)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઇ પટેલ (ઉં.વ.53)ને પોતાના આધાર કાર્ડમાં જન્મ તરીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નં.17 ખાતે જવા માટે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ 7.50 વાગ્યે મારા મોબાઇલ ફોન પર મારા પિતાના મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઇ અજાણી વ્યક્તિએ મને કહ્યું હતું કે, તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેથી તમો અહીં આવો.

સર્કલ ક્રોસ કરતા સમયે અચાનક બસ આવી ગઈ.

રસ્તો ક્રોસ કરતાં બસે ટક્કર મારી
જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો. ત્યારે ત્યાં ઊભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે મારા પિતા તેમની બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા, ત્યારે લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસ નં.(GJ-18-Z-6900)ના ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી મારા પિતાની બાઈકને ડાબી સાઈડમાં ટક્કર મારી હતી, જેથી તેમને માથાના ભાગે, પગમાં અને શરીરે નાની-મોટી ઇજાઓ થઇ હતી.

બાઈકચાલકને ટક્કર મારતાં દૂર સુધી ઢસડાયો.

બાઈકચાલકને ટક્કર મારતાં દૂર સુધી ઢસડાયો.

હું તરત જ હોસ્પિટલ પહોંચ્યો, પણ…
આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતા એની આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી, જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઇજા થઈ હતી. જેથી તેને અને મારા પિતાને 108માં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા. મારા પિતાનો અકસ્માત કરનાર સરકારી બસનો ચાલક પણ ત્યાં હાજર હતો, ત્યાર બાદ હું હોસ્પિટલ ખાતે ગયો હતો. જ્યાં મારા પિતા NCOT સર્જરી વિભાગમાં EF યુનિટમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.

લોકોએ આધેડને તાત્કાલિક સારવારમાં ખસેડ્યા, પણ ન બચ્યા.

લોકોએ આધેડને તાત્કાલિક સારવારમાં ખસેડ્યા, પણ ન બચ્યા.

ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા
ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. એસટી બસના ડ્રાઇવર અશોક સીતારામ દલવત (રહે મારુતિ નંદન સોસાયટી, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની આ ઘટનાના CCTV હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ST બસે બાઈક લઈને જઈ રહેલા 53 વર્ષીય આધેડને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!