GUJARAT

ટાયર-સ્ટીયરિંગ વિનાની ઇલેક્ટ્રિક કાર..3 ગુજરાતીની ગજબ કમાલ: સિંગલ ચાર્જમાં 80 કિમી ચાલે, 35 કિમીની સ્પીડ, ખર્ચ 65,000; રસ્તા પર દોડી તો લોકો જોતા જ રહ્યા – Surat News


સુરત શહેરમાં એક ખાસ કાર જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે સુરતીઓ તેને જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તેની પાછળનું કારણ છે કે, આ કારની ડિઝાઇન અન્ય કાર કરતાં સંપૂર્ણપણે અલગ છે. સામાન્ય રીતે કાર સ્ટીયરિંગથી ઓપરેટ થાય છે. પરંતુ આ કારમાં સ્ટીયરિંગ જ નથી. એ

.

માત્ર સાડાત્રણ મહિનામાં કાર બનાવી
માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનની કાર આવતી હોય છે, પરંતુ ભવિષ્યમાં કારની ડિઝાઇન કેવી હશે એ વિચાર સાથે સુરતના ત્રણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ માત્ર સાડાત્રણ મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે જે અત્યારસુધી ભારતમાં જોવા મળી નથી. આ ખાસ પ્રોજેક્ટ સુરતના ત્રણ વિદ્યાર્થી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જે ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સૂલ કાર પર આધારિત છે. આ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હીકલ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે. આ કારની ડિઝાઇન એને ખાસ બનાવે છે. આ કાર 35 કિમીની ઝડપે ચાલે છે. સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચાલી શકે છે.

કારની ડિઝાઇન તૈયાર કરતાં એક મહિના જેટલો સમય લાગ્યો

AIથી ઓપરેટ પણ થઈ શકશે
આ કારમાં સ્ટિયરિંગ નથી. જો સ્ટીયરિંગ નથી તો આ કાર કઈ રીતે ચાલતી હશે? એવો સવાલ તમારા મગજમાં અવશ્ય ઊઠ્યો હશે. તો અમે આપને જણાવી દઈએ કે આ કાર જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે. આવનારા દિવસોમાં આ AIથી ઓપરેટ પણ થઈ શકશે. ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સૂલ કારમાં ક્યાંય પણ વ્હીલ્સ જોવા મળશે નહીં. ચાર બાય છ ફૂટની આ કાર છે. જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આકાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી વસ્તુઓ ખરીદી છે. જ્યારે અન્ય વસ્તુઓ તેઓ સ્ક્રેપની દુકાનમાંથી લાવ્યા હતા. અંદાજિત 65,000ના ખર્ચે આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે. ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટિક દેખાશે.

કારનું માળખું આખું સર્કલ આકારનું

કારનું માળખું આખું સર્કલ આકારનું

કાર ઈકો ફ્રેન્ડલી
વિદ્યાર્થી શિવમ મૌર્યે જણાવ્યું હતું કે, અમે ભવિષ્ય માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિચારી રહ્યા હતા. એક એવો પ્રોજેક્ટ બનાવવા માગતા હતા જે પહેલાં કોઈએ ક્યારેય બનાવ્યો નથી અને રસ્તા પર પરીક્ષણ કરાયું નથી. અમે એક કાર બનાવી છે જે ભવિષ્યમાં લોકોને દેખાશે, તેની ડિઝાઇન એકથી દોઢ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ કાર રસ્તા પર કેવી રીતે ચાલશે તે પ્રેક્ટિકલ કર્યું. કારની ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટિક દેખાશે. ડિઝાઇનમાં ટાયર ક્યાંય પણ દેખાશે નહીં. કારનું આખું માળખું સર્કલ છે અને માત્ર બોડી જ દેખાશે. તેની ડિઝાઇન ભવિષ્ય પર આધારિત અન્ય કારની સરખામણીમાં અલગ છે. હાલ જોવા મળે છે કે, પ્રદૂષણ વધી રહ્યું છે, લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ લઈ રહ્યા છે, જેથી અમે આ વાહનને ઈલેક્ટ્રિક આધારિત બનાવ્યું છે.

બીજા અઢી મહિના તૈયાર કરવામાં લાગ્યા

બીજા અઢી મહિના તૈયાર કરવામાં લાગ્યા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત રહેશે
તેણે વધુમાં જણાવ્યુ હતું કે, આ કારમાં કોઈ સ્ટિયરિંગ નથી. જો તમે તેને જોશો તો જણાશે કે કોઈ વ્યક્તિ બેસીને ઓપરેટ કરી રહ્યો છે. આ કાર બે રીતે કામ કરે છે એક મેન્યુઅલી છે અને જોયસ્ટિક તથા ફોન દ્વારા ઓપરેટ થાય છે. તેની હિલચાલ માટે જોયસ્ટિક અને મોબાઇલનો ઉપયોગ થાય છે. અમે આ સમગ્ર ડિઝાઈનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત બનાવવા જઈ રહ્યા છીએ. આમ કરવાથી કારની આગળ અને પાછળના ભાગે સેન્સર લગાવવામાં આવશે. જો આગળ કોઈ વાહન આવે તો આપોઆપ તે રોકાઇ જશે. અમે પ્રેક્ટિકલી કઈ રીતે આ કામ કરે છે તે માટે આ કારના પ્રોટોટાઇપને રસ્તા પર ચલાવ્યા છે. અમે મેક ઓવર કરવાનું વિચારી રહ્યા છીએ. આ કારને મોડિફાય કરી ફ્લાઈંગ કાર બનાવવા માગીએ છીએ. પરંતુ અમારી પાસે બજેટ નથી, મોટી કંપનીઓ લાંબા સમયથી આ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!