GUJARAT

કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3નાં મોત: સુરેન્દ્રનગરમાં વધુ એકવાર ગેરકાયદે ખાણ ‘મોતની ખાણ’ સાબિત થઈ, છેલ્લા 6 મહિનામાં 3 ઘટનામાં 9 લોકોનાં મોત – Surendranagar News


સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની ગેરકાયદે ધમધમતી ખાણ વધુ એકવાર મજૂરો માટે ‘મોતની ખાણ’ સાબિત થઈ છે. મૂળી તાલુકાના ભેટ ગામે કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદે ખોદકામ કરી કોઈ સેફ્ટી વગર મજૂરોને ઉતારાતા ત્રણ મજૂરોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા છે. છેલ્લા છ મહ

.

200 ફૂટ ઊંડી ખાણમાં ત્રણ મજૂરોના ગૂંગળાઈ જતા મોત
મૂળીના ભેટ ગામમાં સરકારી ખરાબામાં કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદે ખાણ ખોદવામાં આવી રહી હતી. જેમાં લક્ષ્મણ ડાભી, વિરમ કેરાળીયા, અને ખોડાભાઈ મકવાણા નામના ત્રણ મજૂરોને ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. આ ત્રણેય યુવકો 200 ફૂટ ઊંડે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે જ ગેસ ગળતર થતા ત્રણેયના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. આરોપીઓએ ખાણમાં ખોદકામ કરતી સમયે મજૂરોને કોઈ સેફ્ટીના સાધનો આપ્યા વગર જ અંદર ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.

ભેટ ગામમાં ગેસ ગળતરથી ત્રણનાં મોત

આ ચાર લોકો કાર્બોસેલ કાઢવા માટે ખાણ ખોદાવતા હતા
મૂળીના ભેટ ગામની સીમમાં સરકારી ખરાબામાં ખાણખનીજ વિભાગ દ્વારા બૂરી દેવાયેલા ખાડાને ફરી ખોદવામાં આવી રહ્યો હતો. જશાભાઈ રધાભાઈ કેરાળીયા, જનકભાઈ જીવણભાઈ અણિયારિયા, ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા અને કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર નામના શખ્સો આ ખોદકામ કરાવી રહ્યા હતા. આ ચારેય શખ્સોએ જ મૃતક યુવાનોને મજૂરી માટે બોલાવ્યા હતા અને કોઈ સેફ્ટીના સાધનો વગર ખોદકામ માટે ખાણમાં ઉતાર્યા હતા.

શું કહી રહી છે પોલીસ?
આ અંગે મૂળી પીએસઆઇ બી.ડી.ચુડાસમાએ જણાવ્યું કે, આ લોકો સરકારી ખરાબામાં અગાઉ ખોદેલા ખાડાઓને ખાણ ખનીજ વિભાગ દ્વારા બુરવામાં આવ્યા બાદ એ ખાડાઑ ગેરકાયદેસર રીતે ખોદીને મજૂરોને અંદર ઉતારતા ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. જેમાં એક મૃતક મજૂરના પિતાની ફરિયાદના આધારે ચારેય આરોપીઑ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી એમને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા છ મહિનામાં 3 ઘટનામાં 9 મજૂરોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ગેરકાયદે ખાણમાં બનેલી આ કોઈ પ્રથમ દુર્ઘટના નથી. છેલ્લા છ મહિનામાં જ આ ત્રીજી ઘટના છે કે જેમાં મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એક બાદ એક ત્રણેય ઘટનાની વાત કરીએ.

24 જાન્યુઆરી 2024ના રોજ ખાણમાં ભેખડ ધસી પડતા ત્રણનાં મોત
સુરેન્દ્રનગરના મૂળી પંથકના ખપાળીયા ગઢ ગામની સીમમાં 24 જાન્યુઆરી 2024ના રોજ કાર્બોસેલ કાઢવા માટે કૂવો ગાળવામાં આવી રહ્યો હતો ત્યારે જ ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જે તે સમયે ઘટનાના 6 દિવસ બાદ પાંચ લોકોની બેદરકારીના કારણે ત્રણ મજૂરોના મોત થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.મજૂરોને કોઈ સેફ્ટી વગર કૂવામાં ઉતાર્યા બાદ ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. મજૂરોના મોત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર લાશનું પીએમ કરાવ્યા વગર જ અંતિમ સંસ્કાર કરાવી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

5 મહિના પહેલા પણ ત્રણ મજૂરોના મોત થયા હતા

5 મહિના પહેલા પણ ત્રણ મજૂરોના મોત થયા હતા

15 ફેબ્રુઆરી 2024ના રોજ દેવપરામાં ગેસગળતર થતા ત્રણનાં મોત
છેલ્લા છ મહિના દરમિયાન બીજી ઘટના 15 ફેબ્રુઆરીના રોજ દેવપરા ગામમાં બની હતી. અહીં કાર્બોસેલના ગેરકાયદે ખનન માટે ખાણમાં જીલેટીન બ્લાસ્ટ કરતા ખાણમાં કામ કરી રહેલા 6 મજૂરોને ગેસગળતર થતા તેઓ ઢળી પડ્યા હતા. જેમાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા.

કડક કાર્યવાહીના દાવા વચ્ચે ખનીજચોરી ચાલુ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખાણોમાં એકબાદ એક અકસ્માતની ઘટનાઓ બન્યા બાદ તંત્ર કડક કાર્યવાહીના દાવાઓ તો કરી રહ્યું છે. પરંતુ, અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. શનિવારે મૂળીના ભેટ ગામમાં ત્રણ મજૂરોના ગૂંગળાઈ જતા મોત થતા તંત્રની કામગીરીને લઈ વધુ એકવાર સવાલ ઉભા થયા છે.

જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે- રમેશ મેર
મૂળીના ભેટ ગામમાં બનેલી ઘટના અંગે આપના નેતા રમેશ મેરે જણાવ્યું હતું કે, ભેટ ગામમાં ખાણમાં ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોના મોત થયા છે. જેઓના પરિવારને સરકાર દ્વારા દોઢ-દોઢ કરોડની સહાય ચૂકવવામાં આવે. આ બનાવમાં જે કોઈ અધિકારીઓ અને ખનીજમાફિયાઓ જવાબદાર હોય તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!