GUJARAT

શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત: હિંમતનગરમાં 3 વર્ષીય બાળકનું મોત; રાજ્યમાં મૃત્યુ આંક આઠ થયો, હાલ 5 દર્દી સારવાર હેઠળ – sabarkantha (Himatnagar) News


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. જેને લઈને મૃત્યુ આંક છ થયો છે. ત્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.

.

હિંમતનગરમાં શંકાસ્પદ વાઇરસથી મોતનો આંક 6 થયો
આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આસિ. RMO ડૉ. વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં આઠ બાળકોના કેસ આવ્યા હતા. જેમાંથી 6 બાળકોનાં મોત થયાં છે. જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.

બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરાયું હતું
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનો 3 વર્ષીય બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યું હતું, જેની હાલત ગંભીર હતી, જેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. એ બાળકનું બે દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી, જ્યારે પુણે ખાતે સાત સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.

5 દર્દી હાલ સારવાર હેઠળ
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઇરસના 13 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાંથી 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4 કેસ નોંધાયા હતા જેમાંથી 2ના મોત નીપજ્યા છે, અરવલ્લી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા જેમાં ત્રણેય દર્દીઓના મોત થયા છે, જ્યારે મહીસાગર, રાજકોટ, રાજસ્થાનમાં નોંધાયેલા એક-એક કેસમાં દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે ખેડા, મહેસાણા, મધ્યપ્રદેશમાં નોંધાયેલા દર્દીઓ હાલ સારવાર હેછળ છે. આમ કુલ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામનાં સેમ્પલ પુના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ સરેરાશ 12થી 15 દિવસમાં આવે છે.

2 વર્ષથી 9 વર્ષ સુધીનાં બાળકોના કેસ નોંધાયા
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યાર બાદ 5 જુલાઈ 2024ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકી નીપજ્યું હતું. 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થયાં હતાં. ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 જુલાઈ 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી અને 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળિયા ગામની 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે. જ્યારે 13 જુલાઈના રોજ દાખલ કરાયેલા ઢેકવા ગામના 3 વર્ષીય બાળકનું 15 જુલાઈના રોજ સોમવાર રાત્રિના મોત નીપજ્યું હતું.

શું છે આ ચાંદીપુરા વાઇરસ
આ એક એવો ખતરનાક વાઇરસ છે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂનાં લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતાં બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાઇરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાઇરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈરસ 14 વર્ષ કરતાં નાનાં બાળકોને પોતાનો શિકાર બનાવે છે.

ચાંદીપુરમ વાઇરસ ફેલાવાનું કારણ
આ વાઈરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાઇરસ ફેલાય છે.

કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઇએ
સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે, જેથી સાવચેતીના ભાગરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઇએ. આ ઉપરાંત બાળકને આખાં કપડાં પહેરાવવાં પણ જરૂરી બની જાય છે અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચાંદીપુરા માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી એના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.

માખથી પાંચ ગણી નાની સેન્ડ ફ્લાયથી થતો રોગ
ચાંદીપુરા વાઇરસનો ફેલાવો સેન્ડ ફ્લાયથી થાય છે. આ માખ સામાન્ય માખથી 5 ગણી નાની હોય છે, પણ ઘરે ઊડતી માખ જેવી જ દેખાય છે. આ માખની બીજી ખાસિયત એ છે કે ઇંડાંમાંથી કોશેટામાંથી માખમાં ફેરવાયા બાદ માંડ 5 ફૂટ જ દૂર જાય છે. આ માખ સૌથી વધુ ઇંડાં કાચાં મકાનોની તિરાડમાં આપે છે, તેથી સેન્ડ ફ્લાયનાં ઇંડાનો નાશ કરવા માટે મેલેથિન પાઉડરનો દીવાલોની તિરાડોમાં વધુ છંટકાવ કરવો જાઈએ.

ચાંદીપુરા વાઇરસનાં લક્ષણો

  • અચાનક તાવ અને માથું દુખવું.
  • વોમિટિંગ થવી.
  • અશક્તિને કારણે બેભાન થઈ જવું.
  • ચાંદીપુરા વાઇરસથી બચવાના ઉપાયો
  • ચાંદીપુરાનાં લક્ષણ ઈન્સેફ્લાઈટિસ (મગજનો તાવ)ને મળતા આવે છે. જો કોઈનામાં પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ વાઇરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે, આથી ઘર અને બહાર સ્વચ્છતા રાખો, જેથી ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!