GUJARAT

ભાસ્કર વિશેષ: મ્યુનિ.એ ગ્રીન એનર્જીથી 27 કરોડ યુનિટ વીજળી પેદા કરી, 180 કરોડની બચત, અગાઉ 340 કરોડ બિલ આવતું હતું – Ahmedabad News

કોર્પોરેશનનું વાર્ષિક અંદાજે 330થી 340 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ આવતું હોય છે. વીજ બિલ ઘટાડવા અને નેટ ઝિરો તરફ આગળ વધવા માટે મ્યુનિ.એ નખત્રાણા અને જામજોધપુરમાં 21 મેગાવોટ પવન ચક્કીથી વીજળી ઉત્પન્ન કરવાનું પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 2016થી અત્યાર સુધીમ

.

મ્યુનિ.એ 2015-16ના વર્ષમાં ગ્રીન એનર્જી માટેના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. 2016થી અત્યાર સુધીમાં મ્યુનિ.એ 26.8 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી અંદાજે રૂ.180 કરોડની વીજળીની બચત કરી છે. આ સિવાય મ્યુનિ.એ 2024-25ના બજેટમાં 50 મેગાવોટ ગ્રીન એનર્જીના પ્લાન્ટની દરખાસ્ત મૂકી છે. અધિકારીએ જણાવ્યું કે, અત્યારની સ્થિતિમાં ગ્રીન એનર્જીથી મ્યુનિ.ના કુલ વીજળી વપરાશના 12થી 15 ટકા વીજળી પવનચક્કી અને સૌરઊર્જાના પ્રોજેક્ટથી ઉત્પન્ન થાય છે.

વર્ષ ક્ષમતા ખર્ચ બચત સ્થળ
2016 4.2 30 48 નખત્રાણા
2017 4.2 30 49 નખત્રાણા
2019 4.2 30 39 નખત્રાણા
2021 8.4 58 51 જામજોધપુર

નોંધ : ક્ષમતા એમજીમાં,

ખર્ચ-બચતના આંકડા કરોડમાં છે.

નોંધ : ક્ષમતા એમજીમાં, ખર્ચ-બચતના આંકડા કરોડમાં છે.

નખત્રાણા, જામજોધપુરમાં પવનચક્કીના પ્લાન્ટ નખાયા

ગ્રીન એનર્જીનો ઉપયોગ વોટર પ્લાન્ટમાં થાય છે

મ્યુનિ.ના પવનચક્કીના પ્લાન્ટમાંથી દર મહિને જેટલા યુનિટ વીજ ઉત્પાન્દ થાય છે, એ યુનિટની નોંધણી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા થાય છે. તેના પછી પ્લાન્ટમાં ઉત્પન્ન થતા વીજ યુનિટ સંદર્ભમાં જેટકો દર મહિને પ્રમાણપત્ર આપે છે. વીજ યુનિટના ઉત્પાદનની સામે મ્યુનિ. તરફથી જે જગ્યાએ વીજ યુનિટ બચત અપાય છે. હાલ ગ્રીન એનર્જીનો ઉપયોગ વોટર પ્લાન્ટમાં થાય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!