GUJARAT

ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની શોધ: રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની દિલ્હીમાં 25 થી 30 જુલાઈ સુધી બેઠક, ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે 4 વર્ષ પૂર્ણ કરનારા પાટીલ રહેશે કે જશે ? – Gandhinagar News


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ બની છે. જોકે સી આર પાટીલની ટર્મ ગત જુલાઈ 20, 2023 ના રોજ પૂર્ણ થયા હતા. ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહિ બદલીને ભાજપે સૌને ચોંકાવ્યા

.

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ
આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની તારીખ 25 થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠક મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રાજનાથ સિંહ, નિતીન ગડકરી સહિતના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે તેમજ અનેક મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલના ગુજરાતમાં 4 વર્ષ પુરા
જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવાય છે તો તેની જાહેરાત 5 ઓગસ્ટ પહેલા થઈ શકે છે. આમ, પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં 4 વર્ષ પુરા કરનારા સી આર પાટીલ રહેશે કે જશે ? તે અંગે રાજકારણ સાથે જોડાયેલા સૌ કોઈની નજર રહેલી છે.

નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પાટીલને યથાવત રાખી શકે એવી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ગુજરાતમાં સંગઠન પર્વની પણ જાહેરાત થશે અને આ પર્વ અંદાજે બે માસ જેટલો સમય ચાલી શકે છે. એ સમયે પણ પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે એવા સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પણ ભાજપ અપનાવી શકે છે અથવા તો નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને યથાવત રાખી શકે એવી ચર્ચા પણ ચાલી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!