GUJARAT

પ્રાકૃતિક કૃષિ વેગવાન બની: આણંદ જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વર્ષ 2023-24માં રૂ. 2.73 કરોડથી વધુની સહાય – Anand News

આણંદ જિલ્લામાં વર્ષ 2023-24 દરમિયાન ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને કુલ રૂપિયા 2.73 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

.

સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપીને ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની દિશામાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી કરાઈ છે. આ યોજના અંતર્ગત પ્રતિ માસ રૂપિયા 900 પ્રમાણે ગાયપાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવે છે. ગૌ નિભાવ માટે ખેડૂત ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે પોષણક્ષમ ખેતી કરી શકે છે. ગૌ આધારિત કૃષિથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા અને ખેત ઉત્પાદનોની ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતનો ખેતી ખર્ચ ઓછો થાય છે અને વધારે ભાવ મળી રહે છે.

ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત વર્ષ 2023-24 દરમિયાન પ્રથમ 6 માસમાં આણંદ જિલ્લાના 2584 ખેડૂતોને રૂપિયા 1.39 કરોડથી વધુની રકમ જ્યારે અન્ય છ મહિનામાં બીજા હપ્તા પેટે જિલ્લાના 2495 ખેડૂતોને રૂપિયા 1.34 કરોડથી વધુની રકમ સહાય પેટે આપવામાં આવી છે. જે પૈકી પ્રથમ હપ્તામાં આણંદ તાલુકા અને શહેરી વિસ્તારના 253 ખેડૂતોને રૂપિયા 13.65 લાખ જેટલી રકમ, આંકલાંવ તાલુકામાં 293 ખેડૂતોને રૂપિયા 15.82 લાખ, બોરસદમાં 341 ખેડૂતોને રૂપિયા 18.41 લાખ, ખંભાતમાં 450 ખેડૂતોને રૂપિયા 24.30 લાખ, પેટલાદમાં 282 ખેડૂતોને રૂપિયા 15.22 લાખ, સોજીત્રામાં 143 ખેડૂતોને રૂપિયા 7.72 લાખ, તારાપુરમાં 497 ખેડૂતોને રૂપિયા 26.83 લાખ, ઉમરેઠમાં 325 ખેડૂતોને રૂપિયા 17.55 લાખ જેટલી સહાય આપવામાં આવી છે.

જ્યારે બીજા હપ્તામાં આણંદ તાલુકા અને શહેરી વિસ્તારના 241 ખેડૂતોને રૂપિયા 13.01 લાખ જેટલી, આંકલાંવ તાલુકામાં 279 રૂપિયા 15.06 લાખ, બોરસદમાં 324 ખેડૂતોને રૂપિયા 17.49 લાખ, ખંભાતમાં 445 ખેડૂતોને રૂપિયા 24.03 લાખ, પેટલાદમાં 264 ખેડૂતોને રૂપિયા 14.25 લાખ, સોજીત્રામાં 141 ખેડૂતોને રૂપિયા 7.61 લાખ, તારાપુરમાં 495 ખેડૂતોને રૂપિયા 26.73 લાખ, ઉમરેઠમાં 306 ખેડૂતોને રૂપિયા 16.52 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આમ, વર્ષ 2023-24 ના બન્ને હપ્તા મળીને જિલ્લાના ખેડૂતોને કુલ રૂપિયા 2.73 કરોડથી વધુની રકમ સહાય પેટે આપવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!