GUJARAT

‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો’ યોજાશે: સરસાણા ખાતે ભારતના કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી પબિત્રા માર્ઘેરીટા તા. 20મી જુલાઈએ ત્રિ-દિવસીય ‘સીટેક્ષ’નું ઉદ્‌ઘાટન કરશે – Surat News

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. 20, 21 અને 22 જુલાઇ, 2024ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા

.

SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ 10મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત @2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ સાથે રૂપિયા 1 કરોડ 20 લાખની કિંમતનું મોનો મધર યાર્ન સ્પ્લિટ વોર્પિંગ મશીન પણ પ્રદર્શનમાં મુકવામાં આવશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. અત્યાર સુધી ભારતમાં વિવિધ સ્થળે થતા એકઝીબીશનોમાં 1100થી 1200 આરપીએમની સ્પીડ ધરાવતા મશીનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જ્યારે આ એકઝીબીશનમાં એરજેટમાં 1600 આરપીએમની સ્પીડ ધરાવતું મશીનનું પ્રદર્શન કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!