GUJARAT

સરકારી યુનિવર્સિટીમાં 20-20 લાખના પેકેજ: વડોદરામાં MSUના 400 વિદ્યાર્થીને જોબ ઓફર થઈ, પ્લેસમેન્ટની પ્રોસેસ હજી ચાલુ, જાણો કયા ડિપાર્ટમેન્ટમાં 100 ટકા પ્લેસમેન્ટ થયા – Vadodara News


પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણવાથી જ લાખો રૂપિયાના પેકેજ મળે એવું નથી. સરકારી યુનિવર્સિટીઓ પણ લાખોના પેકેજ અપાવી શકે છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં 400 વિદ્યાર્થીને ટાટા સહિતની વિવિધ 100થી વધુ કંપનીઓમાં નોકરી મળી છે, જેમાં 8

.

400 વિદ્યાર્થીને જોબ ઓફર થઈ
MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના પ્રોફેસર જયેન્દ્ર શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની તારીખ સુધીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં વિવિધ કંપનીઓએ 400 સ્ટુડન્ટને પ્લેસમેન્ટ ઓફર આપી છે. પ્લેસમેન્ટની પ્રોસેસ હજી ચાલુ છે. રીતે અત્યારે કંપનીઓની પ્લેસમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે એ જોતાં લાગે છે કે હજી બીજા 50થી 60 જેટલા પ્લેસમેન્ટ થશે, એટલે આ વખતે 450થી વધુ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થશે એવી આશા રાખી રહ્યા છીએ.

8 સ્ટુડન્ટને 20-20 લાખના પેકેજ મળ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે અમારા 8 સ્ટુડન્ટને સૌથી વધારે 20 લાખ રૂપિયાના પેકેજ મળ્યા છે છે. જેમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના 6 અને કેમિકલ ડિપાર્ટમેન્ટમાં 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને ટેક્નોલોજી ફેકલ્ટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાના એવરેજ પેકેજ મળ્યા છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં સૌથી વધારે પ્લેસમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગમાં થયા છે. આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં 100 ટકા પ્લેસમેન્ટ થયા છે.

કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ટકા પ્લેસમેન્ટ થયું?
તેમણે ઉમેર્યુ હતું કે, કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં 100 ટકા, મિકેનિકલ, મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જિનિયરિંગમાં 100 ટકા, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં 100 ટકા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 95 ટકા, સિવિલ એન્જિનિયરિંગમાં 66.07 ટકા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 79.07 ટકા, ટેક્સટાઇલ કેમેસ્ટ્રીમાં 79.02 ટકા, ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં 45.04 ટકા પ્લેસમેન્ટ થઈ ગયું છે અને એવરેજ ગણીએ તો ફેકલ્ટી ઓફ ટેકનોલોજી તમામ ડિપાર્ટમેન્ટનું 78 ટકા પ્લેસમેન્ટ થઈ ગયું છે. 516માંથી 400 સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ અત્યારસુધીમાં થઈ ગયું છે અને હજી પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલુ છે અને એવી ધારણા છે કે 90 ટકા જેટલું પ્લેસમેન્ટ થઈ જશે.

વિદ્યાર્થીઓમાં ખૂબ સારી સ્કીલ છે
તેઓએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું પર્ફોમન્સ ખૂબ સારું રહેવું છે તેમની સ્કિલ ખૂબ સારી છે. અહીં વિદ્યાર્થીઓની સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારી ફેકલ્ટીનો લાભ વિદ્યાર્થીઓને મળે છે અને એ ઇન્ડસ્ટ્રીએ રીયલાઈઝ કર્યું છે અને એના કારણે આટલું સારું પ્લેસમેન્ટ થયું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!