GUJARAT

કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 2 બાળકોનાં મોત: ગાંધીધામમાં કન્સ્ટ્રક્શન સાઇટના ખોદેલા ખાડામાં રમતાં રમતાં વોચમેનના બે બાળકો પડ્યા, ડોક્ટરે બંને મૃત જાહેર કર્યા – Gandhidham News


ગાંધીધામ શહેરના અપનાનગરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ખોદેલા ખાડામાં પડી જવાથી બે બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. અપનાનગર ખાતે કન્ટ્રકશનનું કામ ચાલતું હોવાથી અહીં ખોદવામાં આવેલા ખાડામાં વોચમેનના બે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા. જેથી બંન્ને બાળકોના

.

સાંજના 4 વાગ્યાથી બંન્ને બાળકો ગુમ હતા
આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ અપનાનગર ખાતે કન્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે, જ્યાં ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના બાળકો સાંજે ગુમ થયા હતાં. જેની શોધખોળ કરવામાં આવી હતી તે દરમિયાન કન્ટ્રકશન સાઈટ ઉપર જ ખોદવામાં આવેલા ખાડામાં આ બંન્ને બાળકો ડૂબ્યા હોવાનું બહાર આવ્યું હતું.

ખાડામાં તપાસ કરવામાં આવતા બાળકો મળી આવ્યા
આ અંગે વધુ મળતી વિગતો મુજબ આ કન્સટ્રકશન સાઈટ ઉપર ચોકીદારીનું કામ કરતા ચોકીદારના બે બાળકો સુનિલ રાહુલ પટેલ (ઉ.વ.8) અને પૃથ્વી રાહુલ પટેલ (ઉ.વ.5) સાંજના 4 વાગ્યાના અરસાથી ગુમ હતા. પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ચાલતી કન્સ્ટ્રકશન સાઈટ બાજુના ખાડામાં તપાસ કરવામાં આવતા બંને બાળકો મળી આવ્યા હતા. જેને આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!