GUJARAT

મેઘાવી માહોલ: બરડા પંથકમાં ત્રીજે દિવસે પણ મેઘરાજા મહેરબાન, રાતથી બીજા દિવસે સાંજ સુધીમાં 2 થી 3 ઇંચ વરસાદ – Porbandar News


પોરબંદર જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે બરડા પંથકમાં પણ મેઘો મહેરબાન થયો છે. ગઈકાલે શુક્રવારે રાતથી લઈને શનિવારે સાંજ સુધીમાં વધુ 3 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેથી જ્યા જુઓ ત્યાં પાણી જ નજરે ચડે છે.

.

પોરબંદર જિલ્લામાં મેઘો ઓળઘોળ બન્યો છે, ત્યારે બરડા વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. બરડા પંથકમાં તળાવો અને વોકળા ઓવરફ્લો થયા છે. ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ગઈકાલે શુક્રવારની રાતથી લઈને બીજા દિવસે શનિવારે સાંજ સુધીમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે બરડા પંથકમાં જ્યા જુઓ ત્યા પાણી જ નજરે ચડે છે. ફટાણાં ગામેથી લીધેલ ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં ફટાણાં અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળેલા નજરે ચડે છે. બરડા પંથકના અન્ય ગામોમાં પણ જ્યા જુઓ ત્યાં પાણી જ દેખાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી ગયા હતા અને માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી આવતા ખેડૂતોને સિંચાઇના પાણીની સમસ્યાથી મુક્તિ મળશે. તળ ઉંચા આવશે જેથી શિયાળુ પાક માટે મુશ્કેલી સર્જાશે નહિ.

બરડા પંથકના ડેમો અને વોકળા ઓવરફ્લો થયા : જમીનમાં પાણીના તળ ઉંચા આવશે

મોઢવાડા તળાવ

કુણવદર વોકળો

બરડા વિસ્તારમાં જ્યા જુઓ ત્યા પાણી, ફટાણાં ગામેથી લીધેલ ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં પાણી જ નજરે ચડે છે

આબારા તળાવ

બેરણ ગામનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. કુણવદર ગામના બસ સ્ટેન્ડ પાસે થી પસાર થતો વોકળો ઓવરફ્લો થયો હતો. આબારામાં ગામનું તળાવ અને મોઢવાડા ગામનું તળાવ ઓવરફલો થયું. તસવીર – ધીરૂભાઇ નિમાવત

બેરણ ચેક ડેમ

ખેતરોમાં પાણી આવતા ખેડૂતોને સિંચાઇના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!