GUJARAT

ભાસ્કર એકસકલુઝિવ: જૂનાગઢમાં 2 દિવસમાં 147 દસ્તાવેજ, સરકારને રૂ. 59.41 લાખની આવક – Junagadh News

લોકો તહેવારો, શુભ દિવસોમાં શ્રેષ્ઠ મુર્હૂતને લઇને મકાનો, દુકાનો, જમીનન ખરીદી કરવાનો આગ્રહ વધારે રાખતા હોય છે. આવા દિવસોમાં પ્રોપર્ટી ખરીદનારો વધતા હોવાથી સબ- રજીસ્ટ્રાર કચેરીઓમાં પણ ધસારો જોવા મળતો હોય છે.

.

આ વર્ષે અષાઢી બીજના દિવસે રવિવારની રજા હોવાથી છે બીજા બે દિવસ દરમિયાન જૂનાગઢ શહેરમાં આવેલ ત્રણેય સબ- રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની સંખ્યામાં વધારો નોંધાયો હતો. સીટી- 3 કચેરીના સબ- રજીસ્ટ્રાર માયાબેન બારૈયાએ જણાવ્યુ કે, અષાઢી બીજ, દિવાળી, સાતમ- આઠમ સહિતના શુભ દિવસો અને તહેવારોના સમયગાળામાં લોકો પ્રોપર્ટીની ખરીદી કરવાનો આગ્રહ વધારે રાખતા હોય છે.

આ દિવસોમાં દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો હોવાથી દરરોજના મળતા તમામ સ્લોટ ફૂલ જોવા મળે છે. જેમાં આ વર્ષે અષાઢી બીજના દિવસે રવિવારની રજા હોવાથી કચેરી આ દિવસે બંધ હતી. જેને લઇને સોમવાર અને મંગળવાર આ બે દિવસમાં જૂનાગઢની સીટી- 1 ટીંબાવાડી, સીટી- 2 રૂરલ અને સીટી- 3 તાલુકા કચેરી મળીને સોમ- મંગળ બે દિવસમાં કુલ 147 દસ્તાવેજની નોંધણી થઇ અને તેના થકી સ્ટેમ્પડ્યુટી રૂપિયા 50,17,222 અને રજીસ્ટ્રેશન ફી થકી રૂા.9,24,535ની સરકારને ત્રણેય સબરજીસ્ટ્રારમાંથી આવક થઇ હતી.

2 દિવસમાં મહિલાઓના નામે 22 પ્રોપર્ટીની ખરીદાઇ
જૂનાગઢ શહેરમાં આવેલ ત્રણેય સબ- રજીસ્ટ્રાર કચેરીમાં સોમવાર અને મંગળવાર બે દિવસમાં કુલ 147 દસ્તાવેજની નોંધણી થઇ છે. જેમાં મહિલાઓના નામે 22 પ્રપોર્ટીની ખરીદાયેલ છે. હાલમાં ધીમે- ધીમે મહિલાઓના નામે દસ્તાવેજની નોંધણી વધી રહી છે. કારણ કે, મહિલાઓના નામથી પ્રોપર્ટી ખરીદવાથી રજીસ્ટ્રેશન ફીમાંથી 1 ટકા માફી મળે છે તેમ સબ- રજીસ્ટ્રાર એલ.બી. ભારાયએ જણાવ્યુ હતું.

કઇ કચેરીમાં કેટલા દસ્તાવેજ નોંધાયા
જૂનાગઢ શહેરમાં આવેલ ત્રણેય સબ- રજીસ્ટ્રાર કચેરીઓમાંથી સીટી- 1 ટીંબાવાડી કચેરીમાં તારીખ 8 જુલાઇના રોજ 40 દસ્તાવેજ, રજીસ્ટ્રાર ફી રૂપિયા 99,525 અને સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 800207ની આવક, તારીખ 9 ના રોજ 33 દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટી રૂ. 1587865 અને રજીસ્ટ્રાર ફીની 280580ની આવક જ્યારે સીટી- 2 કચેરીમાં તારીખ 8 ના રોજ 6 દસ્તાવેજ, રજીસ્ટ્રેશન ફી રૂ. 3810, સ્ટેમ્પ ડ્યુટી 90800ની આવક, તારીખ 9 ના રોજ 13 દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટીથી રૂ. 640020 અને રજીસ્ટ્રેશન ફીની રૂ. 133120 અને સીટી- 3 તાલુકા કચેરીમાં તારીખ 8 ના 23 દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટીથી રૂ. 771630, રજીસ્ટ્રેશન ફી રૂ. 176790 અને તારીખ 9 ના રોજ 32 દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટી રૂ. 1126700 અને રજીસ્ટ્રેશન ફીની રૂ. 230710ની આવક સાથે ત્રણેય કચેરી મળી સરકારને બે દિવસમાં રજીસ્ટ્રેશન ફીથી રૂપિયા 9,24,535 અને સ્ટેમ્પ ડ્યુટીથી રૂપિયા 50,17,22 ની આવક થઇ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!