GUJARAT

ત્રણ ઠગની ધરપકડ: મોડલિંગના કપડા લાઈક કરવાના ટાસ્ક પૂરા કરી કમિશન આપવાની લાલચે 19 લાખથી વધુની રકમ પડાવી – Surat News

મોડલિંગના કપડા લાઈક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે, તેવી લાલચ આપીને અલગ-અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી 19,79,550 લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીઓની સુરત સાઇબરસેલે ધરપકડ કરી છે. ત્રણ આરોપી પૈકી અંકુશ નામના બેંક એકાઉન્ટને લઈ આંધ્રપ્રદેશ, છત્તી

.

ત્રણ શખસોની ધરપકડ કરી
સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ મોડલિંગના કપડા પર લાઈક કરવાનો ટાસ્ક આપ્યો હતો. આ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ-અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 19.79 લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં, પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને કર્યા ન હતા. જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અલગ-અલગ શહેરનો 14 ફરિયાદ દાખલ
ફરિયાદના આધારે સુરત સાયબરસેલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી 22 વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતાર ગામમાં રહે છે. તેણે પોતાનું ફેડરલ બેંકના એકાઉન્ટમાં 5000 રૂપિયા કમિશન લઈ અન્ય આરોપી પ્રેમને આપ્યા હતા. આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશમાં એક, છત્તીસગઢમાં એક, દિલ્હીમાં એક, ગુજરાતમાં એક, કર્ણાટકમાં ત્રણ, કેરળમાં એક, મધ્યપ્રદેશમાં બે, મહારાષ્ટ્રમાં એક, તેલંગાણામાં ત્રણ મળી 14 ફરિયાદ નોંધાયા છે. આ બેંક એકાઉન્ટમાં તારીખ 28 ડિસેમ્બર 2023થી લઈ 29 માર્ચ 2024 સુધીમાં કુલ 29,70,970ના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યા છે.

છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે
આ જ પ્રકરણના અન્ય એક આરોપી પ્રેમ ડાભીની ઉંમર 19 વર્ષ છે અને હીરા મજૂરી કરે છે. તે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહે છે. તેને આરોપી અંકુશ પાસેથી 5,000 કમિશન લઈ આરોપી રાજને આપ્યા હતા. ત્રીજા આરોપી રાજ ગાંધી 26 વર્ષથી છે અને નોકરી કરે છે, તે પણ કતારગામમાં જ રહે છે. તેને આરોપી પ્રેમ પાસેથી આરોપી અંકુશનું બેંક એકાઉન્ટ 10,000 કમિશન લઈ મોહમ્મદ શોએબ અયુબ ચેકને આપ્યા હતા. રાજ ગાંધીની અને મોહમ્મદશોએ અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે.

10 લાખ ફ્રિઝ કરાવવામાં આવ્યા
સાયબર ક્રિમીનલ્સ દ્વારા ઓનલાઇન સોશિયલ મીડિયા પર જાહેરાત આપવામાં આવે છે અથવા SMS-WhatsApp-Telegram દ્વારા ઘરે બેઠા કમાવવા માટેના મેસેજ મોકલવામાં આવે છે. ઓનલાઇન ટાસ્ક (રીવ્યુ-લાઇક્સ) પુરા કરવાથી પ્લાન મુજબ વળતર મળશે, તેમ જણાવવામાં આવે છે. શરૂઆતમાં ઓછી રકમના પ્લાનમાં ટાસ્ક પુરા કરવાથી વળતર આપવામાં આવે છે. ત્યારબાદ પ્રિમિયમ-વી.આઇ.પી. પ્લાનમાં એડ થવાથી વધુ વળતર મળશે તેવું જણાવવામાં આવે છે. પ્રિમિયમ/વી.આઇ.પી. પ્લાન લીધા બાદ ટાસ્ક પુરો કરતા સમયે નવા ઓર્ડર ટાસ્ક જનરેટ કરી વધુ નાણા પડાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં રૂ.10 લાખ ફ્રિઝ કરાવવામાં આવ્યા છે.

આવા કેસોથી એલર્ટ રહેવા શું કરવું?

  • આ પ્રકારના ફ્રોડથી બચવા અજાણ્યા વ્યક્તિ દ્વારા SMS, ઇ-મેઇલ, ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવેલા અજાણી શંકાસ્પદ લીંક પર ક્લીક કરશો નહીં.
  • ઓનલાઇન ટાસ્ક કમ્પલીટ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે, તેવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું.
  • આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અજાણ્યા વ્યક્તી દ્વારા અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરવા જણાવે તો એપ્લીકેશન ડાઉનલોડ કરશો નહીં.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવતી લોભામણી ઓફરોથી લલચાશો નહીં.
  • જો તમારી સાથે સેક્ટોર્શન, મોર્ફ ફોટો, ન્યુડ વીડિયો કોલ કે કોઇ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયેલ હોય જેમાં તમારી અજાણતા કોઇ ભુલ થઇ હોય કે ના થઇ હોય તો કોઇ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી છે. સંવેદનશીલ કિસ્સામાં આપનું નામ ગુપ્ત રાખી મદદ કરવામાં આવશે.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!