GUJARAT

મનપાની ફૂડ શાખાની રેડ: રાજકોટનાં કાલાવડ રોડ પર પટેલ ડાઇનિંગ હોલમાંથી પ્રીપેડ ફૂડ, 19 કિલો વાસી મેંદાનો નાશ; 15 ધંધાર્થીને નોટિસ – Rajkot News

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા દરોડો પાડયો હતો. જેમાં શહેરના કાલાવડ રોડ પર પટેલ ડાઇનિંગમાં દરોડો પાડી પ્રીપેડ ફૂડ અને 19 કિલો મેંદાનો વાસી જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે લાઈસન્સ વિના ખાણીપીણીની ચીજવસ્તુઓ વેંચતા 1

.

19 કિલો વાસી લોટનો ઘટનાસ્થળે નાશ કરાયો
કાલાવડ રોડ પર વૃંદાવન મેઇન રોડ પર પટેલ ડાઇનીંગ હોલમાં મનપાની આરોગ્ય અને ફૂડ શાખાએ દરોડો પાડયો હતો જયાં સંગ્રહ કરવામાં આવેલ પ્રીપેડ ફૂડ અને મેંદાનો 19 કિલો વાસી લોટ મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ડાઇનીંગ હોલમાં ફૂડનો વાસી જથ્થો મળતા હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ ડિસ્પ્લેમાં રાખવા નોટીસ આપવામાં આવી છે તો ફૂડ તંત્રએ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી ભેળસેળ અંગે માહિતી આપવા લોકો માટે જાહેર આરોગ્ય પ્રદર્શન પણ યોજયું હતું.

23 ધંધાર્થીઓની દુકાનોમાં દરોડા પાડ્યા
​​​​​​​આ દરમિયાન ટીમના સર્વેલન્સ ચેકીંગ દરમિયાન રામપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં 23 ધંધાર્થીને ત્યાં 19 નમુના ચકાસ્યા હતા અને 15 વેપારીને નોટીસ ફટકારી હતી. તેમાં (1)શ્રીજી વડાપાઉં (2)લક્ષ્મી નાસ્તા સેન્ટર (3)ક્રિષ્ના અમુલ પાર્લર (4)ક્રિષ્ના જનરલ સ્ટોર (5)મોહિની ટ્રેડસ (6)સંતોષી બેકરી (7)અમૃત ડેરી ફામ (8)ગજાનંદ સેલ્સ એજન્સી (9)જય જલારામ જનરલ સ્ટોર (10)આર કે પ્રોવિઝન સ્ટોર (11)નકળંગ ડેરી ફાર્મ (12)સાગર ડેરી ફામ (13)શ્રીનાથજી ફાસ્ટફૂડ (14)શ્રીનાથજી કોલ્ડ્રિંક્સ (15)સાંઈકૃપા માર્ટનો સમાવેશ થાય છે.જ્યારે (16)રાજુ દાળ પકવાન (17)દેવજીવન હોટેલ રેસ્ટોરેન્ટ (18)દ્વારકાધીશ હોટેલ (19)ભગવતી ગાંઠિયા (20)શિવમ માર્ટ (21)કોઠારી માર્ટ (22)શ્રી દ્વારકેશ ફરસાણ (23)આકાશ ડેરી ફાર્મમાં તપાસ કરવામા આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!