GUJARAT

પોલીસે હત્યા હાર્ટ એટેકમાં ખપાવી?: રાજકોટમાં કારખાનામાં એક શખસે બોથડ પદાર્થ મારતા 17 વર્ષના સગીરનું મોત થયાના CCTV, પરિવારનો હત્યાનો આક્ષેપ – Rajkot News


ગત તારીખ 1 મેના રોજ રાત્રીના સમયે નવાગામમાં આવેલા ગોડાઉનમાં બનેલી ઘટનામાં 17 વર્ષના સગીરનું હાર્ટ એટેકથી નહિ પરંતુ હત્યાના કારણે મોત થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા જેમાં તેમના સ

.

સીસીટીવી ચેક કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી
પરિવારજનો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવી અને 17 વર્ષના હર્ષિલ કમલેશભાઈ ગોરીની હત્યા થયાનું કહેવામાં આવી રહ્યું છે. તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું તેઓએ પણ અભિપ્રાય આપ્યો કે, હર્ષિલ ગોરીનું મૃત્યુ બ્રેન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઇલ્યોરથી થયું છે. આ બધી બાબતો ગોરી પરિવારે કુવાડવા રોડ પોલીસ અને રાજકોટના પોલીસ કમિશનરને લેખિતમાં આપી આમ છતાં ન્યાય નહીં મળતા પરિવારજનો મીડિયા સમક્ષ આવ્યાં હતાં.

સમય : 9:57:40 – સુશિલ આહીરે હર્ષિલને પ્રથમ ઘા માર્યો પણ તે હર્ષિલને વાગ્યો ન હતો.

પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો હતો
માતા કમળાબેન ગોરીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલનગર-5માં રહે છે. પતિનું નામ કમલેશભાઈ માવજીભાઇ ગોરી છે. સંતાનમાં એક 17 વર્ષનો પુત્ર હર્ષિલ કે જે નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતો હતો. ગત તારીખ 1 મેના રોજ રાત્રિના લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખસે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો હતો. જો કે, પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો, ત્યારપછીની બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર વાગ્યો અને માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો. આ સમયે આસપાસમાંથી પણ લોકો દોડી આવ્યા જે વ્યક્તિએ ઘા માર્યો હતો તે પણ ત્યાં આવ્યો અને હર્ષિલને પાણી પિવડાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જો કે, ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. તબીબોએ હર્ષિલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

સમય : 9:57:40 - સુશિલ આહીરે હર્ષિલને પ્રથમ ઘા માર્યો પણ તે હર્ષિલને વાગ્યો ન હતો.

સમય : 9:57:40 – સુશિલ આહીરે હર્ષિલને પ્રથમ ઘા માર્યો પણ તે હર્ષિલને વાગ્યો ન હતો.

પોલીસની વાત માની એકના એક પુત્રની અંતિમવિધિ કરી નાખી
આ સમયે હર્ષિલના પિતા કમલેશભાઈ અને માતા કમળાબેન કચ્છ દર્શનાર્થે ગયાં હતાં. તેઓ તાત્કાલિક રાજકોટ પહોંચ્યાં હતાં. આ સમયે પોલીસે ગોરી પરિવારને એવું જણાવ્યું હતું કે, હર્ષિલનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. હર્ષિલના મોટા પપ્પા ભાવેશભાઈ પોસ્ટમોર્ટમ રૂમ પર હતા ત્યારે પણ ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને પોલીસે કહ્યું હતું કે, આ ફૂટેજ જોઇ લો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયું છે. પોલીસની વાત માનીને ગોરી પરિવારે એકના એક પુત્ર હર્ષિલની અંતિમવિધિ પણ કરી નાખી હતી. જો કે, હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટ એટેકની વાત ગળે ઊતરતી નહોતી. તેઓએ ગોડાઉનના મેનેજર પાસેથી સીસીટીવી ફૂટેજ મગાવ્યા અને આ ફૂટેજ જોતાની સાથે જ તેમને જે શંકા હતી તે સાચી નીકળી અને હર્ષિલને બોથડ પદાર્થનો ઘા મારવાથી જ તેનું મોત થયાનું જણાવ્યું હતું.

સમય : 9:59:22 - માથા પર ઘા વાગ્યા બાદ છઠ્ઠી સેકન્ડે હર્ષિલ રોડ પર પટકાયો.

સમય : 9:59:22 – માથા પર ઘા વાગ્યા બાદ છઠ્ઠી સેકન્ડે હર્ષિલ રોડ પર પટકાયો.

દીકરાનું મોત હાર્ટ એટેકથી નથી થયું
આ બાબતે 3 જુલાઈના રોજ પોલીસ કમિશનરને હર્ષિલના પિતા કમલેશભાઈએ લેખિતમાં અરજી કરીને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇન્કવેસ્ટ પંચનામું આપીને કહ્યું કે, તેના દીકરાનું મોત હાર્ટ એટેકથી નથી થયું, પરંતુ ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતાં સુશીલ ઉર્ફે સૂતલો આહીર અને તેની સાથેના સંકળાયેલા અન્ય બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ જ હત્યા કરી નાખી છે. જેમાં મુખ્ય રોલ સુશીલ ઉર્ફે સૂતલા આહીરનો છે જ્યારે જેઠા અને શિવજીએ સુશીલને બચાવવા માટે કારસો ઘડ્યો હતો, પરંતુ કમલેશભાઈની આ અરજી પર આજ દિન સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી માટે મીડિયા સમક્ષ આવી ન્યાયની માગ કરવામાં આવી રહી છે.

સમય : 9:59:26 - ગોડાઉનમાં કામ કરતા શખ્સે અંદર આવીને સુશીલને કહ્યું તે આ શું કર્યું?

સમય : 9:59:26 – ગોડાઉનમાં કામ કરતા શખ્સે અંદર આવીને સુશીલને કહ્યું તે આ શું કર્યું?

પોલીસના કટુવેણ સાંભળીને કમળાબેન સમસમી ગયા હતા
કમળાબેને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ અજય નિમાવતે તો હદ વળોટી દીધી હતી. હર્ષિલનાં માતા કમળાબેન રજૂઆત માટે અનેક વખત કુવાડવા રોડ પોલીસ મથક જતાં હતાં. એક વખત કમળાબેન જ્યારે એએસઆઇ નિમાવતને મળ્યાં અને રજૂઆત કરી રહ્યાં હતાં ત્યારે નિમાવતે કમળાબેનને એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘આવું તો થાય, નહિતર જો ઉતાવળ હોય તો 2-3 છોકરાં વધુ જણી લેવાં જોઇએ’. નિમાવતના આ કટુવેણ સાંભળીને કમળાબેન સમસમી ગયાં હતાં. તેઓએ નિમાવતને કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ તેઓએ દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, આ ઘટનામાં જ્યારે બધું જ સ્પષ્ટ થઈ જશે, ત્યારબાદ મારે અજય નિમાવત પાસે જવું છે અને તેને મને જે કટુવેણ સંભળાવ્યા હતા તેનો સણસણતો જવાબ પણ આપવો છે.

10.01.56 કલાક પછીના ફૂટેજ પોલીસે ગોરી પરિવારને બતાવ્યા.

10.01.56 કલાક પછીના ફૂટેજ પોલીસે ગોરી પરિવારને બતાવ્યા.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!