GUJARAT

સન્ડે બિગ સ્ટોરી: શહેરમાં જોખમી બિલ્ડિંગોનો ચાર વખત સરવે છતાં 1500 બિલ્ડિંગ ઠેરનીઠેર, હજારો લોકોને જીવનું જોખમ – Surat News

સચિનના પાલી ગામમાં બિલ્ડિંગ તૂટી પડ્યાની ઘટનામાં 7 મોત બાદ પણ પાલિકા તંત્ર શહેરની જર્જરિત મિલકતો મુદ્દે ઉદાસીન હોય તેમ માત્ર નોટિસ ફટકારી સંતોષ માની બેઠું છે. શુક્રવારે પાલ આવાસમાં પોપડા પડ્યા હતાં, જ્યારે વડોદરામાં એક સ્કૂલનો છજ્જો પડવાની ચકચારિત ઘટ

.

જીવતા બોમ્બ સમાન આ ઇમારતો અંગે આગામી રણનીતિ અંગે સ્પષ્ટતા કરવા ઝોન અધિકારીઓને તાકીદ કરાઇ હતી.શુક્રવારે વડોદરાના ઘાટલોડિયામાં વિદ્યાર્થીઓથી ખીચો-ખીચ ભરેલી સ્કૂલનો છજ્જો પડતાં શનિવારે સુરત પાલિકામાં જર્જરિત સ્કૂલોની માહિતી એકત્ર કરવાનો ધમધમાટ ફેલાયો હતો. પાછલા 4 વર્ષમાં કેટલી જર્જરિત મિલકતો મળી છે? તેની સામે કરેલી કાર્યવાહી સાથેનો રિપોર્ટ સબમિટ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ આદેશ કર્યા હતાં. પાલિકાએ જર્જરિત મિલકતોના સરવે દરમ્યાન મળેલી 1804 મિલકતો પૈકી હજુ 1561 મિલકતોમાં જોખમી વસવાટ યથાવત્ હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો.

ઉધનામાં 248 બિસમાર મિલકતો પૈકી 171 ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ
પાલી ગામની દુર્ઘટના બાદ સચિન ઝોનમાં જર્જરિત મિલકતોના સરવેનો ધમધમાટ શરૂ કરાયો હતો. પાલિકાએ સુરક્ષાના ધોરણે સહેજ પણ વાંધાજનક દેખાતાં બિલ્ડિંગોને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ ફટકારી છે. દરમ્યાન હાલ સુધીમાં ઉધના-બી ઝોનમાં 248 મિલકતો પૈકી માત્ર 2 બિલ્ડિંગમાંથી વસવાટ ખાલી કરાવી સીલ કરાયાં હતાં. ગંભીર બાબત એ સામે આવી હતી કે, 248 પૈકી ગુજરાત હાઉસિંગ બોર્ડના 171 આવાસ બિલ્ડિંગ બિસમાર જણાયા હતાં.

ચાર વર્ષમાં કયા ઝોનમાં કેટલી જર્જરિત બિલ્ડિંગ?

ઝોન નોટિસ આપી સીલ વસવાટ ખાલી
ઉધના-A 14 2 9
ઉધના-B 248 2 2
રાંદેર 209 3 9
કતારગામ 48 8 9
લિંબાયત 400 24 24
સેન્ટ્રલ 610 0 182
અઠવા 175 0 5
વરાછા-A 97 0 3
વરાછા-B 3 0 0
કુલ 1804 39 243

શહેરભરમાં કુલ 1804 બિલ્ડિંગોને પાલિકાએ નોટિસ આપી છે, જેમાંથી 243 બિલ્ડિંગોમાં વસવાટ ખાલી થઈ ગયા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!