GUJARAT

પ્રજાના પરસેવાના રૂ. 1400 કરોડનું ભાજપ સરકારે આંધણ કર્યું: રાજકોટમાં હીરાસર એરપોર્ટ મુદ્દે કોંગ્રેસ મેદાને, રમકડાનાં પ્લેનો પર નકલી નોટોનો વરસાદ કરી અનોખો વિરોધ નોંધાવ્યો – Rajkot News


રાજકોટનાં નવા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈન્ટરનેશનનલ ફ્લાઈટો નહીં ઉડવા મુદ્દે આજે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. જેમાં બહુમાળી ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રમકડાનાં પ્લેનો ઉપર નકલી નોટોનો વરસાદ કરી

.

મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા આપવામાં ટૂંકું પડે છે
કોંગ્રેસ લીગલ સેલનાં ચેરમેન અશોકસિંહ વાઘેલાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા આપવામાં ટૂંકું પડે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફિસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી આ ટર્મિનલ પર સમાવી શકાશે નહીં. આથી હાલના તબક્કામાં 15 ઓગસ્ટ સુધી એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થશે તે પણ માત્ર ડોમેસ્ટિક ઓપરેશન માટે જ ચાલુ રાખવામાં આવશે.

સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અધૂરા પ્રોજેક્ટનું ઊતાવળે ઉદ્ધાટન
લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અધૂરા પ્રોજેક્ટમા વડાપ્રધાન મોદીએ ઉતાવળે ઉદ્ઘાટન કરી દીધુ પણ હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીને મામા બનાવ્યા તેવો ચિત્ર ઉપજ્યુ છે. પ્રજાના ટેક્સના રૂ. 1400 કરોડનું આંધણ કર્યા બાદ ઓથોરિટીને ખબર પડી કે, નવા ટર્મિનલ બિલ્ડિંગમા આંતરરાષ્ટીય એરપોર્ટના માપદંડો જ નથી. થોડા દિવસો પહેલા જ સામાન્ય વરસાદમા જ એરપોર્ટ ટર્મિનલનુ ડોમ ધરાશાયી થયુ હતુ એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને ભાજપ સરકારે ગેરમાર્ગે દોરી ખોટી જાહેરાતોના નામે પ્રજાને ભોળવીને ચૂંટણીમા મત મેળવી ગયાનું હવે સ્પષ્ટ થયુ છે.

જૂના એરપોર્ટમાં શુ વાંધો હતો?
પ્રાથમિક સુવિધાઓનો અભાવ,વારંવાર થતા વિવાદો અને પ્રોજેક્ટના કામોમા થયેલ ભ્રષ્ટાચારના કારણે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની પણ તૈયારીઓ દર્શાવી નથી. જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી 36 કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શુ વાંધો હતો? એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હીરાસર એરપોર્ટ ખૂબ જ દૂર હોવાથી હેરાનગતિ ભોગવવી પડે છે, જેથી મસ્ત મોટા ટેક્સીઓને ભાડાઓ ચૂકવવા પડે અને સમય પણ વેડફાય છે.

એક વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ ઉડી નથી
હીરાસર એરપોર્ટમા તો “નામ બડે દર્શન ખોટે”જેવો હાલ સર્જાયો છે. વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય, ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય તેવું ચલાવી શકાય નહીં. એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભર્યું નથી અને હજુ આવનારા સમયમા ઊડશે પણ નહીં કારણ કે ભાજપ સરકાર માત્ર ખોટીમોટી જાહેરાતો કરવામા માહિર છે.

સરકારે બિલ્ડરોને ખુશ રાખવા ખેડૂતોની જમીન હડપવાનું શરુ કર્યું
રાજકોટનું જૂનું એરપોર્ટ અનેક દરરજે સારુ હતુ પણ ભાજપ સરકારે બિલ્ડરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા ગરીબ ખેડૂતોની જમીન હડપવાનુ શરૂ કરી નવુ ખોટુ દિંડક જેવુ હીરાસર એરપોર્ટ ઉભુ કર્યું છે. તેમજ જૂના એરપોર્ટની અબજો રૂપિયા કિમંતની જમીન પર ભાજપ સરકારની અને તેના મળતિયા જમીન માફિયાઓની નિયત ખરાબ હોવાને કારણે ઉતાવળે એરપોર્ટ સ્થળાંતર કર્યાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર આ અંગે ગંભીરતા દાખવીને વિદેશી ફ્લાઇટોનુ ઉડાન હીરાસર એરપોર્ટ પરથી શરૂ કરાવે એવી માંગ કરી હતી.

કોંગ્રેસનાં વિરોધ બાદ હીરાસર એરપોર્ટ ઓથોરિટીએ કર્યો ખુલાસો
એરપોર્ટ ઓથોરિટીને હજુ સુધી કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. હાલ ટર્મિનલ બિલ્ડીંગ ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન્સ સાથે શરૂ થશે. જો કોઈ એરલાઇન્સ તરફથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે દરખાસ્ત પ્રાપ્ત થશે તો એ મુજબ કસ્ટમ અને ઇમિગ્રેશનની કામગીરી સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. જો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રિય ફ્લાઇટનો ટ્રાફિક વધશે તો અલગથી ટર્મિનલ કાર્યરત કરવામાં આવશે.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!