GUJARAT

હિન્દુ સંગઠનોએ જયશ્રી રામના નારા સાથે રેલી કાઢી: 14 મંદિર તોડી પાડવાની હિલચાલ સામે ઉગ્ર વિરોધ; પ્રાંત અધિકારીને આવેદન આપી રાજુલા અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા ચિમકી – Rajula News


રાજુલા શહેરના હિન્દુ સંગઠનોના આગેવાનો રેલીના કાફલા સાથે રોષભેર એકત્રિત થતા સ્થાનિક પોલીસે અહી સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજુલામા વહિવટી તંત્ર દ્વારા 14 મંદિરોને નડતરરૂપ ગણી તોડી પાડવાની ગતિવિધી હાથ ધરવામા આવતા આજે હિન્દુ સંગઠનોએ આ મુદે એકત્રિત થઇ શહેરના માર્ગો પર વિશાળ રેલી કાઢી ડિમોલેશનની આવી કોઇ કાર્યવાહી કરવામા ન આવે તેવી માંગ કરી હતી. આમ છતા આવી કોઇ કાર્યવાહી થશે

.

સોશ્યલ મિડીયામા આગામી બે દિવસમા આ ધાર્મિક સ્થળો દુર કરવામા આવશે તેવી વાત વહેતી થતા જ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. રાજુલામા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો એકત્રિત થયા હતા. આ આગેવાનો જયશ્રી રામના નારા સાથે રેલી સ્વરૂપે અહીના પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીને ઘેરાવ કર્યો હતો. આગેવાનોએ લેખિતમા આવેદનપત્ર પાઠવી આવા કોઇ મંદિરો તોડવામા ન આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.

અહીના દેવી દેવતાઓના મંદિરો દાયકાઓથી લોકોની આસ્થા સાથે જોડાયેલા છે અને તંત્રની આ હિલચાલથી હિન્દુ સમાજની લાગણી દુભાય રહી હોવાનો પણ આક્રોશ વ્યકત કરાયો હતો. શહેરના હિન્દુ સંગઠનોના આગેવાનોએ જો આ મંદિરો તોડી પાડવા વિશે તંત્ર આગળ કોઇ કાર્યવાહી કરશે તો રાજુલા શહેર અચૌક્કસ મુદત સુધી બંધ પાળશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. હિન્દુ સંગઠનોના આગેવાનો રોષભેર એકત્રિત થતા સ્થાનિક પોલીસે અહી સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

શહેરના આ મંદિરો દૂર કરવાની છે વાત !
રાજુલા શહેરમા આવેલા છબીલા હનુમાન મંદિર, હોળીયા હનુમાન મંદિર, ખેતગાળાનુ ખોડિયાર મંદિર, વડનગરનુ રામદેવપીર મંદિર, વાલ્મિકી વાસનુ રામજી મંદિર, સ્વામીનારાયણ મંદિર સામે આવેલુ નાનુ મંદિર, જીઇબી પાસેનુ હઠીલા હનુમાન મંદિર, પાણીના ટાંકા પાસે આવેલુ અંબા માતાનુ મંદિર, સલાટવાડાનુ સુર્ય હનુમાન મંદિર, યાદવ ચોકની રામમઢી આ ઉપરાંત શહેરના જુદાજુદા સ્થળે બાપા સીતારામના ચાર ઓટા તોડી પાડવા ગતિવિધી હાથ ધરાઇ હતી.

નગરપાલિકાના સર્વેમાં 14 ધાર્મિક દબાણ જણાયા છે
2009થી સુપ્રિમ કોર્ટમા મેટર ચાલે છે. ધાર્મિક દબાણો દુર કરવાની સુચના છે. નગરપાલિકાના સર્વેમા 14 દબાણો જણાયા છે. વિવિધ સંગઠનોએ આજે આવેદન આપ્યુ છે જે અમે ઉપલી કચેરીને મોકલી આપ્યું છે. > મામલતદાર શ્રીમાળી, રાજુલાના

અમે હથિયાર હેઠા મુકી દીધા છે ઉપાડતા વાર નહી લાગે
શહેરના 14 મંદિર જે નડતરરૂપ છે તેવો જે તે સમયે અધિકારીએ ખોટો રીપોર્ટ બનાવ્યો છે. કોઇ મંદિર લોકોને નડતુ નથી અને પાડવા ન જોઇએ. અમે હથિયાર હેઠા મુકી દીધા છે, ઉપાડતા વાર નહી લાગે, એક પણ મંદિરની કાંકરી હલાવવા નહી દઇશુ. > મહેન્દ્રભાઇ ધાખડા, રાજુલા ભાજપ કાર્યકર

શહેરમાં એકપણ મંદિરો નડતરરૂપ નથી
અમારી ટીમને જાણ થતા કે રાજુલામા આકસ્મિક રીતે કોઇ વ્યકિત દ્વારા 14 મંદિર પાડી નાખવા ગતિવિધી શરૂ કરાઇ છે. આ મંદિરો કોઇને નડતર નથી જેથી પાડવા ન જોઇએ. મંદિરો આસ્થાના કેન્દ્ર છે.>યુજરાજભાઇ ચાંદુ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!