GUJARATઅમરેલી

પ્રાકૃતિક ખેતી: સોમનાથમાં એક જ દિવસમાં 12 હજાર વૃક્ષ વવાશે – Gir Somnath (Veraval) News

અત્યારે વર્ષાઋતુનો વૈભવ ખીલી ઉઠ્યો છે. ચારે તરફ હરિયાળીનું વાતાવરણ સર્જાયું છે. નવા વૃક્ષોનું વાવેતર તથા બીજ અંકુરણ માટેનો આ સાનુકૂળ સમય છે.

.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિશન ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ગીર સોમનાથને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે આવતીકાલે સવારે 11 કલાકે 12000 વૃક્ષોનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ‘એક પેડ મા કે નામ’ તેમજ ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈન અંતર્ગત ઈણાજ સેવા સદન ખાતે 12000 વૃક્ષો એક જ દિવસે વાવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા, નાગરિકો તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી 2000 વૃક્ષોને દત્તક લેવામાં આવ્યાં છે. તેમજ, આ કેમ્પેઈનમાંથી પ્રેરણાં લઈ ”આગાખાન એજન્સી ફોર હેબિટાટ” દ્વારા 10000 વૃક્ષોના વૃક્ષારોપણની લેખિતમાં બાહેંધરી આપવામાં આવી છે. સદભાવના ટ્રસ્ટ અને આગાખાન ટ્રસ્ટના સહયોગ સાથે ગીર સોમનાથ જિલ્લાને હરિયાળું બનાવવામાં વેગ મળશે.

વેરાવળ તાલુકાના હસનાવદર ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રતાપભાઈ બારડ પણ આવા જ એક ખેડૂત છે. જેમણે ખેતીમાં પંચસ્તરીય મોડલ અપનાવી નવીનતમ ખેતીનો પ્રયોગ કરી વર્ષે સારૂ આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે.આ અંગે પ્રતાપભાઈ બારડે જણાવ્યું હતું કે, ખેતીમાં નવીનતમ પ્રયોગ કરતા તેમણે પંચસ્તરિય મોડેલ અપનાવ્યું હતું. નારિયેળીના બગીચામાં સરગવો, પપૈયા, કેળ, શેરડીનું વાવેતર કરી પંચસ્તરીય મોડલના માધ્યમથી એક સાથે પાંચ પાકોનું ઉત્પાદન મેળવ્યું છે.ગાયોના ઘાસચારા માટે ચોળીનું વાવેતર કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!