GUJARAT

વડોદરામાં વરસાદના કારણે 11 ટ્રેન મોડી 2 રદ: સવા 3 ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાયા, રાવપુરાની દુકાનોમાં પાણી ઘૂસ્યા, અલકાપુરી ગરનાળામાં અવરજવર થશે નહીં – Vadodara News


હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હ

.

વડોદરા ઉપરાંત સિનોર તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો

  • પાદરા તાલુકામાં સવા બે ઇંચ વરસાદ
  • કરજણ તાલુકામાં સવા ઇંચ વરસાદ

વરસાદના કારણે 11 ટ્રેનો મોડી ચાલી રહી છે. 2 મેમુ ટ્રેન રદ કરવામાં આવી.
વડોદરા ડિવિઝનના ગોથાંગમ અને સયાન વચ્ચેના બ્રિજ નંબર 471ના ગર્ડર બોટમ સુધી પાણી વધવાને કારણે, પાણી ઓછું ન થાય ત્યાં સુધી સેક્શન પર ટ્રેનની અવરજવર સ્થગિત કરવામાં આવી છે. 09082 ભરૂચ – સુરત મેમુ રદ કરવામાં આવી છે. 09080 વડોદરા – ભરૂચ મેમુને પાલેજ ખાતે ટૂંકાવી દેવામાં આવી છે.

  • ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સ્પ.
  • ટ્રેન નંબર 16311 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22916 હિસાર – બાંદ્રા ટર્મિનસ SF એક્સ્પ.
  • ટ્રેન નંબર 09080 વડોદરા – ભરૂચ MEMU Spl
  • ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સ્પ્રેસ
  • ટ્રેન નંબર 22210 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ
  • ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સ્પ
  • ટ્રેન નંબર 07054 લાલગઢ – કાચેગુડા Spl
  • ટ્રેન નંબર 20920 એકતા નગર – MGR ચેન્નાઈ સેન્ટ્રલ SF એક્સ્પ.
  • ટ્રેન નંબર 22717 રાજકોટ – સિકંદરાબાદ SF એક્સ્પ.
અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયું

અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયું

શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા
શહેરમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતાં માહોલ હિલ સ્ટેશન જેવો થઇ ગયો છે. સતત ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. સ્કૂલમાં મુકવા જતાં વાલીઓ બાળકને સ્કૂલે પહોંચાડવામાં ક્યાંકને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં તો નોકરી ધંધા માટે જતાં લોકો માટે પણ સતત વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં. અવિરત વરસાદના કારણે ફૂટપાથવાસીઓ અને ઝૂપડાવાસીઓ દયનીય હાલતમાં મુકાઈ ગયા છે. રોજ મહેનત કરી ગુજરાન ચલાવનારા શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ
વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે અને જો વધુ વરસાદ પડે છે તો વધુ મુશ્કેલીઓમાં લોકો મુકાશે. પાલીકાની પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે ન થવાના કારણે પાણીનો નિકાલ થતો ન હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે. પાણી ભરાઈ જવાના કારણે રોડનું પણ મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. પાણીના નિકાલ માટે લોકોને રસ્તા ઉપરની ગટર લાઈન ખોલી નાખવાની ફરજ પડી રહી છે.

સમગ્ર જિલ્લામાં વરસાદ
સ્થાનિક મૂળ નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેરમાં ગત સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 8 મિલીમીટર, પાદરા તાલુકામાં 9, સાવલીમાં 17, વાઘોડિયામાં 4 , ડભોઇમાં 2 , કરજણમાં 7, શિનોરમાં 4 અને ડેસરમાં 3 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. પરંતુ વહેલી સવારની હાલમાં વરસાદ વરસી રહ્યો છે તેનાં આંકડા હજુ સામે આવ્યા નથી.

ગોત્રી વિસ્તારનો માહોલ

ગોત્રી વિસ્તારનો માહોલ

સયાજી હોસ્પિટલમાં ઝાડ પડ્યું
સામાન્ય સ્થિતિમાં વરસાદ વરસતો હોવા છતાં પણ શહેરમાં ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલા આરએમઓ ઓફિસની બહાર ઝાડ પડવાની ઘટના સામે આવી છે. આ બનાવને લઇ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!