GUJARAT

108 ટીમની સરાહનીય કામગીરી: વાંકાનેરના પાજ ગામે સ્ટાફે ચાલીને સ્થળ ઉપર પહોંચીને ત્યાંજ પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી – Morbi News


વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને અડધી રાતે પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી 108ની ટીમને બોલાવવામાં આવી હતી. જો કે, રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી વાડીમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી. જેથી 108ના સ્ટાફે વાડીમાં જ મહિલાની

.

ગઇકાલે તા 23ના રાત્રિના 1:55 કલાકે વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલા બિંદાબેન સોહનભાઈ બાવળિયા (30)ને પ્રસુતિનો દુઃખાવો ઉપડ્યો હતો. જેથી વાડીના માલિકે 108માં કોલ કર્યો હતો. જેથી વાંકાનેર 108માં કોલ મળતા જ ઇએમટી અંજલી સાધુ અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા સ્થળ પર પહોંચી ગયા હતા, પણ વરસાદ ચાલુ હોવાથી અને દર્દી સુધી રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી એમ્બ્યુસન્સ વાડીમાં જઈ શકે તેમ ન હતી.

જો કે, દર્દીનાં સગાના કહેવા મુજબ દર્દીને પ્રસવની પીડા વધારે હોવાથી જરા પણ સમય બગાડ્યા વગર 108ની ટીમ વાડીમાં ચાલીને દર્દી પાસે મેડિકલ કીટ અને સાધન સામગ્રી સાથે પહોંચી હતી. ત્યારે સ્થળ ઉપર જ ડિલિવરી કરાવી પડે તેવી પરિસ્થિતિ હોવાથી ઇએમટી અંજલી સાધુએ ઇઆરસીપી ડોક્ટરની સૂચનાઓ મુજબ સ્થળ પર નોર્મલ ડિલિવરી કરાવેલી હતી.

ત્યારે પ્રસુતા બિંદાબહેને એક સુંદર બાબાને જન્મ આપ્યો હતો અને માતા તેમજ બાળકને જોખમમાંથી ઉગારી તે બંન્નેને વાંકાનેરની સસરકારી હૉસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં માતા અને બાબાની તબિયત ખુબ સારી છે અને બિંદાબહેનના પરિવારજનોએ 108ની કામગીરીને બિરદાવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!