GUJARAT

ડમ્પરે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો: સુરતના ડિંડોલીમાં બ્રિજ પર ધો.10ના વિદ્યાર્થીને કચડ્યો, પિતા સામે જ પુત્રનું મોત, પરિવારનું રસ્તા વચ્ચે હૈયાફાટ રુદન – Surat News


સુરતમાં ફરી એકવાર ડમ્પરચાલક કાળ બનીને ત્રાટકતાં એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઈક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા ડમ્પરના ચાલકને ઝડપ

.

મૃતક સાહિલ.

ડમ્પરે અડફેટે લેતાં પિતા-પુત્ર પટકાયા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયત નીલગિરિની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સાહિલ પિતા સાથે જ બાઈક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા-પુત્ર બાઈક પર સાંઈ પોઇન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરચાલકે બાઈકને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા.

રસ્તા વચ્ચે દીકરાના મોતથી રડી રહેલી માતા.

રસ્તા વચ્ચે દીકરાના મોતથી રડી રહેલી માતા.

પુત્ર રોડ વચ્ચે ને પિતા ડિવાઈડર તરફ પટકાયા
સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો, જેથી તેના પર ડમ્પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકાવાને કારણે બચી ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઈમર્જન્સી સેવા 108 ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માત બાદ ઘટનાસ્થળે એકઠા થઈ ગયેલા વાહનચાલકો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે એકઠા થઈ ગયેલા વાહનચાલકો.

મોટી સંખ્યામાં વાહનચાલકો એકઠા થઈ ગયા
બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહનચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પરચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી અને ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

નજર સામે જ દીકરાનું મોત થતાં હૈયાફાટ રુદન કરી રહેલા મૃતક સાહિલના પિતા.

નજર સામે જ દીકરાનું મોત થતાં હૈયાફાટ રુદન કરી રહેલા મૃતક સાહિલના પિતા.

વહાલસોયાને ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન
15 વર્ષીય દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના દીકરાનું પોતાની જ નજર સામે મોતના પગલે ઘટનાસ્થળે માતા-પિતાના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ થઈ ગયો હતો. આ અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!