GUJARAT

બાળ સંસદ ચૂંટણીનું આયોજન: બાળકોને લોકશાહી પધ્ધતિ શીખવવા બાળ સંસદ ચૂંટણીનું આયોજન, ચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાનમાં – Bhavnagar News


ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષરપાર્ક ખાતે આવેલ ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા શાળા નંબર 49 અને 52 ખાતે જીએસ માટે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બાળ સંસદ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ બાળકોને લોકશાહી પદ્ધતિ શીખવવા મ

.

જેમાં ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાાન વિષયમાં લોકશાહી દેશ, બંધારણ, વિધાનસભા જેવા વિષયોનો અભ્યાસ કરવાનો આવે છે.વિદ્યાર્થીઓ કોઈપણ વિષયનો અભ્યાસ કરે તેની સાથે પ્રત્યક્ષ અનુભવ કરે તો અનુભવ કાયમી યાદ રહે છે. તેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળા નં. 49 અક્ષરપાર્કમાં બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

બાલ સંસદ ચુંટણીમાં બે બુથમાં કરવામાં આવી હતી, કુલ 10 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવેલ છે. જેમાં 282 વિદ્યાર્થી મતદારો નોંધાયા હતા લોકશાહી ઢબે ચુંટણીનું આયોજન થયેલ છે. તા. 26/7/24 ને શુક્રવારના રોજ ડિજિટલ મશીન દ્વારા સૌ વિદ્યાર્થીઓ પોતાના કિંમતી મત આપ્યો હતો અને અને મતદાન બાદ મતગણતરી હાથ ધરી ઉમેદવાર વિજેતા કરવામાં આવશે.

આ અંગે ઉમેદવારોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. જો પોતે વિજેતાઓ થશે તો શું શું કાર્ય કરશે તે અંગે માહિતી આપી હતી, ચુંટાયેલા પ્રતિનિધિમાંથી શાળાના જનરલ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવશે. જનરલ સેક્રેટરી દ્વારા શાળા વ્યવસ્થાપન માટે પ્રાર્થના કમિટી, પ્રવાસ કમિટી, મધ્યાહન ભોજન કમિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ કમિટી, સ્વચ્છતા કમિટી, પુસ્તકાલય કમિટી, રમત ગમત કમિટી જેવી કમિટીની રચના કરી શાળામાં સુચારુ સંચાલન કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!