GUJARAT

વ્યાજખોરનો ભરડો: માળીયા (મી)ના સરવડ ગામના યુવાને 10 લાખની સામે 80 લાખ ચૂકવ્યા છતાં વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી – Morbi News

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા યુવાને બે શખ્સ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા. જેની સામે યુવાને આરોપીઓને 80 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને તેને

.

માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરીયા જાતે પટેલ (ઉં.23)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિરમભાઈ હમીરભાઈ કરોતરા રહે. શક્ત સનાળા, કિશનભાઇ ઉર્ફે દુષ્યંતભાઈ મહેશભાઈ અજાણા રહે. શક્ત શનાળા તથા પ્રવીણભાઈ રબારી રહે.ખાનપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, તેણે વિરમભાઈ અને કિશનભાઇ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધેલા હતા અને તેની સામે ફરિયાદી યુવાને અત્યાર સુધીમાં બંને વ્યાજખોરને 80 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધેલ છે.

તેમ છતાં ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને ફરિયાદીના ફોનમાં વ્હોટસએપ કોલ કરીને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. અને વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!