GUJARAT

શેર બજારના નામે કળા: મોરબીમાં યુવાન સાથે 1.76 કરોડની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે; એક રિમાન્ડ ઉપર – Morbi News

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાનને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવી આપવાની લોભવણી લાલચ આપવામાં આવી હતી. શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને 1.76 કરોડથી વધુની કિંમતની રકમ જુદા જુદા બેંકના એકાઉન્ટમાં

.

મોરબીના નાનીવાવડી ગામે રહેતા જયદીપભાઇ ગોરધનભાઈ આદ્રોજા (ઉં.વ31)એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વ્હોટ્સએપ નંબરના ધારક તથા 11 જુદા જુદા બેન્ક એકાઉન્ટના ધારકોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 3/4/24થી 22/5/24 દરમિયાન આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરવાની અને સારો નફો કમાવી આપવાની લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને 1,76,42,580 રૂપિયા જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં મેળવી લીધા હતા.

ત્યાર બાદ યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી યુવાને બે વ્હોટ્સએપ નંબર તથા 11 એકાઉન્ટના ધારકોની સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમ કરી રહી છે. આ ગુનામાં પહેલા ંપોલીસે આરોપી ચિરાગ શાહ અને પ્રકાશ રાઠોડને પકડ્યા હતા. જે બંને આરોપી ભાગીદારીમાં ધંધો કરતાં હતા તેના બેંક એકાઉન્ટમાં 7.80 લાખ રૂપિયા આવ્યા હતા.

જે રકમને પોલીસે રિકવર કરી છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા છે. ત્યાર બાદ આ ગુનામાં આરોપી જયપ્રકાશ દોલતરામ પમનાની (34 રહે. કુબેરનગર અમદાવાદ)ની ધરપકડ કરી છે. આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીના એકાઉન્ટમાં 8 લાખ રૂપિયા આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!