GUJARAT

સૌ. યુનિ.માં સોમવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક: 1,542 ચોરસ મીટર જમીન બિલ્ડરને પધરાવી દીધાની સાથે 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી કરવાનો મુદ્દો ગાજશે – Rajkot News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 જુલાઈના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળવાની છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી બિલ્ડરને લહાણી કર્યાનો મામલો ગાજશે. જેમાં કાર્યવાહી કરવા બાબતનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત 12 આસિસ્ટન

.

જમીન માલિકોએ યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી પાડી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1,542 યુનિવર્સિટી કેમ્પસમાં વર્ગ-4 ના ક્વાટર્સ પાસે આવેલ યુનિવર્સિટીની જગ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકી અને કબજાની જમીન કપાત કરીને રૈયાના રે.સ.નં.23ના અંતિમ ખંડને 27ના જમીન માલિકોએ યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી પાડેલ છે અને બાંધકામ કરવામાં આવેલ તે અંગે કાર્યવાહી કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જોકે, આ જમીન બાબતે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તપાસ કરી રહ્યા છે. જ્યારે બિલ્ડરે કહ્યુ છે કે, યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડત છે. કોર્પોરેશન દ્વારા ટીપી ફાઇનલ કર્યા બાદ જમીન આપવામા આવી છે જે કાયદેસર છે.

12 આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોબેશન પર હતા
આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ગિરીશ ભીમાણીના સમયગાળામાં 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામા આવી હતી. તે વખતે 12 આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોબેશન પર હતા. જેમને 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે રાજકોટ લોકસભાની ચૂંટણી આવી ગઈ હતી જેથી આચારસંહિતાને કારણે તેમનો પ્રોબેશન પિરિયડ 6 માસ લંબાવવામાં આવ્યો હતો. બાદમાં નવા કાયૅકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયા આવતા તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ મામલે કમિટી રચવાનો નિર્ણય કરવામા આવ્યો. જે બાબતે હવે 29 મીએ મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

બોર્ડ ઑફ મેનેજમેન્ટના એજન્ડાના મુદ્દાઓ

  • તા.12/06/2024ના રોજ મળેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની ચતુર્થ સભાની કાર્યવાહી નોંધ મંજૂર કરવા બાબત.
  • તા.15/03/2023 અને તા.25/04/2023ના રોજ મળેલ ફાઈનાન્સ સમિતિની ભલામણો અને કાર્યવાહી નોંધ મંજૂર કરવા બાબત
  • ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલ “Gujarat State Procurement Policy 2024″ની જોગવાઈઓનો અમલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા કોઈપણ ભૌતિક કે સેવાકીય ખર્ચ-ખરીદીમાં કરવા અંગેની બાબત પરિપત્રિત થયેલ છે તેની નોંધ લેવા બાબત.
  • માતુશ્રી વિરબાઈમા મહિલા આર્ટસ એન્ડ કોમ્પ્યુટર કોલેજ તરફથી આવેલ બાયફર્ગેશનની અરજી પરત્વે વિચારણા
  • આર્યવીર હોમિયોપેથીક મેડીકલ કોલેજ, કુવાડવા, જી.રાજકોટ તરફથી આવેલ બાયફર્ગેશનની અરજી પરત્વે વિચારણા
  • પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી આવેલ સ્થળ ફેરફારની અરજી પરત્વે નિયુક્ત કરવામાં આવેલ સ્થાનિક તપાસ સમિતિના અહેવાલ પર વિચારણા કરવા બાબત
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર સાફ સફાઈ, ક્લીનીંગ તેમજ ઝાડી ઝાંખરા કાઢવાના કામગીરીનું વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટની કામગીરીના આવેલ L1 પાર્ટીના ભાવ મંજુર કરવા બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભામાં વિચારણા
  • તા. 14/03/2023 અને તા. 24/04/2023ના રોજ મળેલ એકેડેમિક કાઉન્સિલની ભલામણો અને કાર્યવાહી નોંધ પરત્વે વિચારણા
  • તા. 29/03/2023 અને તા. 2/08/2023ના રોજ મળેલ બોર્ડ ઓફ સ્પોર્ટ્સની ભલામણો અને કાર્યવાહી નોંધ પરત્વે વિચારણા
  • તા. 16/07/2024ના રોજ મળેલ એક્ઝીક્યુટીવ કાઉન્સિલની ભલામણો અને કાર્યવાહી નોંધ પરત્વે વિચારણા કરવા બાબત
  • તા. 12/06/2024ના રોજ મળેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની ચતુર્થસભામાં થયેલ ઠરાવો અન્વયે કાર્યાલયે લીધેલ પગલાનાં અહેવાલની નોંધ લેવા
  • એસ્ટેટ કમિટી તા. 24/04/2023ની ભલામણો પરત્વે વિચારણા થવા તથા કુલપતિ દ્વારા સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ બાબત મંજુર કર્યાના માન.કુલપતિના કાર્યને બહાલી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં રહેલ ઇન્વર્ટરની બેટરી બાયબેક સિસ્ટમથી GeM મારફત એસ્ટેટ કમિટી/સીન્ડીકેટની બહાલીની અપેક્ષાએ ખરીદ કર્યાના માન કુલપતિના કાર્યને બહાલી
  • ઇલેક્ટ્રિક કામના નવા સ્ટાન્ડર્ડ શેડયુલ ઓફ રેટ્સ) વર્ષ 2022-23 (અમલમાં લેવા એસ્ટેટ/સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ મંજુર કરવા માન.કુલપતિના કાર્યને બહાલી આપવા બાબત
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ ગ્રંથાલયમાં 250 લિટર ROની ખરીદી GeM મારફત એસ્ટેટ/સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ કર્યાના કુલપતિના કાર્યને બહાલી
  • તા. 15/3/2023નાં રોજ મળેલ બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગની ભલામણો અને કાર્યવાહી નોંધ પરત્વે વિચારણા
  • તા. 25/4/2023નાં રોજ મળેલ બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગની ભલામણો અને કાર્યવાહી નોંધ પરત્વે વિચારણા
  • યુનિવર્સિટી કેમ્પસમાં વર્ગ-4ના ક્વાટર્સ પાસે આવેલ યુનિવર્સિટીની જગ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકી અને કબજાની જમીન કપાત કરીને રૈયાના રે.સ.નં.23ના અંતિમ ખંડને ૨૭ના જમીન માલિકો યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી પાડેલ છે અને બાંધકામ કરવામાં આવેલ તે અંગે કાર્યવાહી કરવા અંગે વિચારણા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!