GUJARAT

ભાસ્કર વિશેષ: યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવાનના પરિવારને રશિયા 1.30 કરોડ આપશે, ખાતામાં 45 લાખ જમા કર્યા – Surat News


.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખે યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા ભારતીય સૈન્ય સહાયકોને વહેલી તકે મુકત કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવારને વળતર પેકેજ અને રશિયાની નાગરિકતાની ઓફર કરી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે ભારત બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતું નથી. આ દરમિયાન 6 મહિના પૂર્વે યુક્રેનના હવાઇ હુમલામાં માર્યા ગયેલા વેલંજા નજીકના ઉમરાના હેમિલ માંગુકિયાના પિતા અશ્વિ્ન માંગુકિયાએ રશિયાનું નાગરિકત્વ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી છે.

અશ્વિન માંગુકિયા

માર્ચમાં જ્યારે અશ્વિનભાઇ તેમના પુત્ર હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા ગયા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પરિવારને વળતર પેટે 1. 3 કરોડ રૂપિયા અને રશિયાની નાગરિકતા અપાશે. એટલું જ નહીં પરિવારના સગીર બાળકને તેના 18 વર્ષ થતાં સુધી માસિક 18 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

માંગુકિયાએ જણાવ્યું હતું કે તેમણે રશિયામાં મારું બેન્ક ખાતું ખોલાવી આપ્યું હતું, જેમાં તેમણે મારા ખાતામાં 45 લાખ રૂપિયા પણ ડિપોઝિટ કર્યા હતા. મારા દીકરાનાં લગ્ન પણ થયાં ન હતાં. રશિયન નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા કરવા માટે મારે અ્નેકાનેક વખત રશિયાનો પ્રવાસ કરવો પડશે. જોકે આ સમયે હેમિલની સાથે ચાર ભારતીયો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા હતા.

‘વળતર મળ્યા બાદ હું ભારતની નાગરિકતા છોડી દઇશ’
રશિયાએ મને અને મારી પત્નીને રશિયાની નાગરિકતા આપવાની ઓફર કરી છે. રશિયાએ અમને 1.30 કરોડ રૂપિયા વળતર આપવાનું કહ્યું હતું. જેમાંથી 45 લાખ રૂપિયા ત્યાંની બેન્કમાં જમા કરાવ્યા હતા. હવે પૂરા રૂપિયા જમા થયા બાદ હું રશિયાની નાગરિકતા મેળવવાની પ્રોસેસ કરીશ. રૂપિયા માટે તેમણે 3 મહિનાનું જણાવ્યું હતું, હજુ એક વખત રશિયા જઇશ. પ્રોસેસ પૂરી થયા બાદ હું ભારતની નાગરિકતા છોડી દઇશ. -અશ્વિનભાઇ માંગુકિયા, મૃતક હેમિલના પિતા

યુક્રેનના ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું હતું
વેલંજાના ઉમરા નજીક શિવબંગ્લોઝમાં રહેતો 23 વર્ષીય હેમિલ માંગુકિયા રશિયાના લશ્કરમાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયો હતો. 21 ફેબ્રુઆરી 2024ના દિવસે યુક્રેનના એક ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું. એની સાથે દેશના અન્ય ભાગોથી યુવાનો રશિયાની સેનામાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!